ક્લીન શેવ કે બિયર્ડ લૂક? જાણો, કેવા પુરુષોને મહિલા વધારે પસંદ કરે છે

0
25

હાલમાં પુરુષોમાં દાઢી રાખવાની ફેશન વધી રહી છે. ક્રિકેટના મેદાનથી લઈ બોલિવુડમાં પણ સેલેબ્સ દાઢીમાં જ જોવા મળતા હોય છે. દાઢી રાખનારા પુરુષો માટે સારા સમાચાર છે. નવા રિસર્ચ અનુસાર, ફેસ પર દાઢી રાખનારા પુરુષોને મહિલાઓ વધારે પસંદ કરે છે. તેનાથી મહિલા વધારે આકર્ષાઈ છે.

દાઢી રાખનારા પુરુષો સામાજિક અને શારીરિક રીતે વધારે પ્રભાવી હોય છે. માટે જ મહિલાઓ તેમના પ્રત્યે વધારે આકર્ષિત થાય છે. તેમને દાઢીવાળા પુરુષો વધારે પસંદ આવે છે.

અમુક મહિલાઓ બેક્ટેરિયાને કારણે દાઢી વાળા પુરુષોને પસંદ કરતી નથી. ક્લીન શેવ કરનારા પુરુષોને પસંદ કરનારી મહિલાઓ બેક્ટેરિયાથી ડરે છે. માટે તેમને દાઢીવાળા પુરુષો પસંદ આવતા નથી.

આ શોધ અમેરિકાની 1000 મહિલાઓ પર કરવામાં આવી હતી. જેમાં તેમના પાર્ટનરની દાઢીને લઈ સવાલ કરવામાં આવેલા. ઓસ્ટ્રેલિયાની યૂનિવર્સિટી ઓફ ક્વીંસલેન્ડના શોધકર્તાઓએ આ રિસર્ચમાં 18 થી 70 વર્ષની કુલ 919 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેમને અલગ અલગ પુરુષોની 30 તસવીરો આપી હતી. જેમાં તેમણે દાઢીવાળા અને ક્લીન શેવવાળા પુરુષોને રેટિંગ આપવાની હતી.

પરિણામમાં સામે આવ્યું કે, મોટા ભાગની મહિલાઓએ દાઢી રાખનારા પુરુષોને વધારે રેટિંગ આપી છે. મર્દાના ચહેરા પર દાઢી રાખનારા પુરુષોની તસવીરોને સૌથી વધારે પસંદ કરવામાં આવી.

સૌમ્ય ચહેરાની તુલનામાં મર્દાના ચહેરાવાળા પુરુષોને વધારે પસંદ કરવામાં આવ્યા. મર્દાનો ચહેરો ધરાવતા પુરુષો શારીરિક રીતે મજબૂત અને સામાજિક રીતે વધારે પ્રભાવશાળી દેખાઈ છે. જે મહિલાઓમાં બેક્ટેરિયા કે ગંદકીને લઈને ડર હોય છે, તેમને ક્લીન શેવવાળા પુરુષો પસંદ આવે છે. તેમને દાઢીવાળા પુરુષો પસંદ આવતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here