પારડી તાલુકા સેવા સદનનો કારકુન ખાતેદાર પણાનો દાખલો આપવાના 2 હજાર વચેટીયા મારફતે લેતા ઝડપાયો

0
6

પારડી તાલુકાના સેવા સદનનો કારકુન ખાતેદાર ફરિયાદીના કાકાના ખાતેદાર પણાનો દાખલો મેળવવા માટે અરજી કરી હોવાથી દાખલો લેવા માટે ફરિયાદીએ કારકૂનો સંપર્ક કર્યો હતો. તેણે વચેટીયાને રૂપિયા બે હજાર આપીને દાખલો લેવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને છટકું ગોઠવતાં કારકૂને અને વચેટીયાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રંગેહાથ ઝડપાયા

પારડી તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી કારકુન કીર્તિ કુમાર ઈશ્વર ભાઈ પટેલ (રહે- ખૂટેજ ગામ નિશાળ ફળિયું, તા પારડી,વલસાડ) તથા વચેટીયો ગીરીશ ભાઈ નગીનભાઈ પરમાર (રહે- ઉમરસાડી, અંબિકાનગર, દેસાઈ વાડ,પારડી,વલસાડ) એ તાલુકા સેવા સદન પારડી ખાતે દાર પણા ના દાખલો મેળવવા માટે અરજી કરેલ હોય તે અરજી ના આધારે દારપણાનો દાખલો લેવા માટે આરોપી કારકૂનનો સંપર્ક કર્યો હતો. કારકૂને વચેટીયાનો સંપર્ક કરવા જણાવતા ફરિયાદીએ લાંચ માંગી હોવાથી એસીબીનો સંપર્ક કરી વચેટીયાને લાંચ આપી હતી. જેથી એસીબીના છટકામાં આરોપી પકડાઈ ગયા હતાં.

વહીવટી શાખામાં લાંચ સ્વિકારી

આરોપીએ વહીવટી શાખા,તાલુકા સેવા સદન,પારડી ખાતે લાંચ સ્વિકારી હતી. વલસાડ અને ડાંગ એ.સી.બી, એ લાંચના છટકાનું આયોજન કરતા આજરોજ બન્ને આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે.બન્ને આરોપીઓએે એકબીજાની મેળાપીપણામાં મદદગારી કરી ગુનો કર્યો છે. હાલ બન્નેને ડિટેઈન કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here