પ્રથમ વખત : કેદારનાથ-બદ્રીનાથના રાવલ ક્વોરન્ટીનમાં હોવાથી કપાટ ખોલવાની તારીખ લંબાવવામાં આવી

0
5

દહેરાદુન. કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખોલવાની તારીખને લંબાવવામાં આવી છે. ઈતિહાસમાં પ્રથમ વખત કપાટ ખોલવાની તારીખ બદલવામાં આવી છે. હવે કેદારનાથના કપાટ 14 મે અને બદ્રીનાથના 15 મેના રોજ ખુલશે. ઉત્તરાખંડના સંસ્કૃતિ બાબતના પ્રધાન સતપાલ મહારાજે સોમવારે આ અંગે જાહેરાત કરી છે.

આ અગાઉ કેદારનાથના કપાટ 29 એપ્રિલના રોજ ખુલવાના હતા. અને બદ્રીનાથના 30 એપ્રિલના રોજ ખુલવાના હતા. યમનોત્રી અને ગંગોત્રીના કપાટ ખોલવાની તારીખ પણ બદલવામાં આવે તેવી શક્યતા છે. દર વર્ષ આ બન્ને મંદિર અક્ષય તૃતિયાના રોજ ખોલવામાં આવે છે, જે 26 એપ્રિલના રોજ છે.

શાં માટે નહીં ખુલે કપાટ

કોરોનાને પગલે દેશભરમાં લોકડાઉન છે અને કેદારનાથ બદ્રીનાથના રાવલ મહારાષ્ટ્ર તથા કેરળમાં ફસાયા હતા. કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગ રવિવારે ઉખીમઠ પહોંચી ગયા છે. બદ્રીનાથના રાવલ પણ સોમવારે ઉત્તરાખંડ પરત ફર્યા છે. પણ નિયમ પ્રમાણે તેમને 14 દિવસ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેને પગલે આ તારીખ પર કપાટ ખોલી શકાય તેમ નથી. મંદિર કમિટીના સભ્યો તથા ધર્માધિકારીઓની બેઠકમાં કપાટ ળોકવાની વિઢિ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કરાવવા અથવા રાવલને સિવાય અન્ય પુજારીથી આ વિધિ કરાવવાની વાત કરવામાં આવી હતી, જેનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ટિહરી મહારાજ ઈચ્છે છે કે ચારેય મંદિરના કપાટ એક સાથે જ ખોલવામાં આવે, આ કારણથી યમનોત્રી ગંગોત્રીના કપાટ ખોલવાની વિધિ પણ 15 મે સુધી મોકૂફ રાખવામાં આવી શકે છે.

વર્ષ 2013માં કેદારનાથની પૂજામાં અવરોધ સર્જાયો હતો

આ અગાઉ પહેલી જૂન, 2013માં આપદાના સમયે કપાટ તો ખોલવામાં આવ્યા પણ બદ્રીનાથની પૂજા જારી રહી. અલબત કેદારનાથ વિસ્તારમાં ભારે નુકસાનને લીધે પૂજામાં અવરોધ સર્જાયો હતો અને પૂજારી મૂર્તિને લઈ ઉખીમઠ આવી ગયા હતા. સપ્ટેમ્બરમાં સફાઈ બાદ ફરી વખત ત્યાં પૂજા થઈ અને કપાટ પરંપરા પ્રમાણે પૂરી કરવામાં આવી હતી.

કેવી રીતે નક્કી થાય થાય છે કપાટ ખોલવાની તારીખ

બદ્રીનાથના કપાટ ખોલવાની તારીખ વસંત પંચમીના રોજ ટિહરી મહારાજાના નરેન્દ્ર નગર સ્થિત દરબાદમાં નક્કી થાય છે. ટિહરી મહારાજની જન્મ કુંડળી જોઈ રાજ્ય જ્યોતિષ અને મંદિરના અધિકારી આ માટે દિવસ નક્કી કરે છે. વર્તમાન સમયમાં ટિહરીના રાજા મનુજેન્દ્ર શાહ છે. કેદારનાથ મંદિર ખોલવાની તિથિ શિવરાત્રીના દિવસે નક્કી કરવામાં આવે છે. જેથી ત્યાંના પૂજારી ધર્માધિકારી અને રાવલ નક્કી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here