દિયોદર ખોડાઢોર પાંજરાપોળ ખાતે  પક્ષીઘર નું ખાતમુહૂર્ત કરાયું.

0
4
બનાસકાંઠા જિલ્લાના ના દિયોદર તાલુકા ખાતે રહેતા જિલ્લામાં સારી નામના મેળવતા અને દાનવીર એવા સ્વ. માલજીભાઈ દેસાઈ  ના ધર્મપત્નિ બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ માંથી દિયોદર ખોડાઢોર પાંજરાપોળ ખાતે  સાડાપાંચ લાખ રૂપિયા પક્ષીઘર માટે  ફાળવવામાં આવ્યા હતા. જો.કે  દિયોદર ભેંસાણા  હાઈવે થીં ખોડાઢોર પાંજરાપોળ સુધી નો કાચો રોડ ને પાકો બનાવવા માટે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા 2,50,000 લાખ રૂપિયા ની ફાળવણી કરવામાં આવી છે.પધારેલ મહેમાનો ની હાજરી માં પક્ષીઘર અને રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતર્મુહત  પ્રસંગે   માનસિંહજી વાઘેલા(માજી ધારાસભ્ય ),તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા,દિયોદર સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા,  દિયોદર મામલતદાર, દિયોદર આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જયંતીભાઈ દોષી,તેમજ સ્વ: માલજીભાઈ દેસાઈ ના પરિવાર જનો તેમજ જામાંભાઈ પટેલ, પ્રદીપભાઈ શાહ ,તેમજ અધિકારીગણ, પદઅધિકારી ગણ ઉપસ્થિત રહ્યાં હતા.સૌ પધારેલ મહેમાનોનું દિયોદર ખોડાઢોર પાંજરાપોળ તેમજ જૈન અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.સૌને પક્ષીઘર અને પાણી ના કુંડા અર્પણ કરવામાં આવ્યા હતા.જો.કે spca ના પ્રમુખ જે. બી.દોશી તેમજ જૈન અગ્રણીઓ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો..
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા