મેઘ મહેર : દક્ષિણ ગુજરાતમાં વરસાદ, 10 કોઝ વે પર પાણી ફરી વળ્યા, નદીઓ બે કાંઠે, નીચાણ વાળા વિસ્તારો એલર્ટ

0
19

સુરતઃ હવામાન વિભાગની આગાહીના પગલે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે 10 કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને નદીઓ બે કાંઠે છે. ભારે વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સવારે 6થી 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. અને હનામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લામાં મધુબન ડેમની સપાટીમાં વધારો થતા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. અને નીચાળવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

ત્રણ દિવસ વરસાદની આગાહી

આજે(સોમવાર) ભારેથી અતિભારે, મંગળવારે મધ્યમથી ભારે અને બુધવારે હળવોથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. આજે સવારથી વલસાડ અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં ધરમપુરમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં 60 મિમિ, પારડીમાં 74 મિમિ, વલસાડમાં 42 મિમિ અને વાપીમાં 36 મિમિ વરસાદ નોંધાયો છે. અને ડાંગ જિલ્લાના આહવામાં 39 મિમિ, સુબીરમાં 5 મિમિ, વઘઈમાં 35 મિમિ અને સાપુતારામાં 79 મિમિ વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે

વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઔરંગા, પાર, દમણગંગા અને કોલક નદીઓ બે કાંઠે વહી રહી છે. અને કપરાડા અને પારડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અને લોકોને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.

ડાંગના 10 જેટલા કોઝવે પર પાણી ફરી વળ્યા

ડાંગ પંથકમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતા અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા બંને કાંઠે વહેતી થઈ હતી. ડાંગની અંબિકા અને ગીરા નદીમાં પાણીનો જથ્થો વહેતા વઘઈ નજીકનો ગીરાધોધ અને ગીરમાળ પાસેનો ગીરાધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યા હતા. ડાંગની નદી-નાળાઓને સાંકળતા ઘોડવહળ કોઝવે, સૂપદહાડ, કુમારબંધ, ચીખલદા, સુસરદા, ઘોડી, ગાયખાસ, ચવડવેલ, પાંડવા, ચૌક્યા કોઝવે સહિત પૂર્વપટ્ટી વિસ્તારોમાં ગામોને લાગુ અમુક કોઝવે તથા નાળા ધસમસતા પૂરમાં કલાકો સુધી ગરક થઈ ગયા હતા. સાપુતારા સહિત શામગહાન તથા ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા અહીંના આંતરિક માર્ગો ઉપર ડહોળા પાણી ભરાયા હતા. સાપુતારા ખાતે વરસાદની સાથે ગાઢ ધુમ્મસ રહેતા વાહનચાલકોએ તથા પ્રવાસીઓએ પોતાના વાહનોની સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત આવી હતી.

મધુબન ડેમમાંથી પાણી છોડાયું

મધુબન ડેમની હાલની સપાટી 72.20 પહોંચી છે. જેને પગલે ત્રણ દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદના પગલે મધુબન ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અને દણગંગા નદીની નિચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે.

24 કલાકનો વરસાદનો આંકડો(ગત રોજ 6થી આજે સવારે 6 સુધી)
ડાંગ જિલ્લામાં વરસાદ

આહવા- 79 મિમિ
સુબીર- 96 મિમિ
વઘઈ- 31 મિમિ
સાપુતારા- 74 મિમિ

સુરત જિલ્લામાં વરસાદ

બારડોલી- 21 મિમિ
કામરેજ- 19 મિમિ
મહુવા- 8 મિમિ
માંડવી- 20 મિમિ
માંગરોળ- 17 મિમિ
ઓલપાડ- 10 મિમિ
પલસાણા- 7 મિમિ
સુરત- 26 મિમિ
ઉમરપાડા- 100 મિમિ

વલસાડ જિલ્લામાં વરસાદ

ધરમપુર- 22 મિમિ
કપરાડા- 81 મિમિ
પારડી- 7 મિમિ
વલસાડ- 6 મિમિ
વાપી- 13 મિમિ

તાપી જિલ્લામાં વરસાદ

નીઝર- 1 મિમિ
સોનગઢ- 42 મિમિ
ઉચ્છલ- 27 મિમિ
વાલોડ- 23 મિમિ
વ્યારા- 16 મિમિ
ડોલવણ- 12 મિમિ
કુકરમુંડા- 6 મિમિ

નવસારી જિલ્લામાં વરસાદ

ચીખલી- 11 મિમિ
ખેરગામ- 17 મિમિ
વાંસદા- 1 મિમિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here