Friday, March 29, 2024
Homeમેઘ મહેર : મહારાષ્ટ્રનાં હથનૂર ડેમના 41 દરવાજા ખોલાતા તાપીના કિનારાના ગામોને...
Array

મેઘ મહેર : મહારાષ્ટ્રનાં હથનૂર ડેમના 41 દરવાજા ખોલાતા તાપીના કિનારાના ગામોને સતર્ક કરાયા

- Advertisement -

નવાપુરઃગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં જળગાંવ જિલ્લાનાં હથનૂર ડેમ વિસ્તારમાં 24 કલાકમાં 472 મીમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે હથનૂર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમના સોમવારે બપોરે 3 કલાકે ટોટલ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. જેથી ડેમમાંથી પ્રતિ સેકંદ 4 હજાર 839 ક્યુસેક છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રનાં જળગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજયના તાપી, સુરત ગામના લોકોએ એલર્ટ પર રાખી દેવામાં આવ્યાં છે.

ડેમ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવાયો

હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ, ટેક્સા ચિખલદરા અને બ-હાણપૂર આ વિસ્તારમાં 24 કલાકમાં 472 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્રનાં તાપી અને પુર્ણા નદીને મોટા પ્રમાણમાં પુર આવ્યા છે. મોટા પ્રમાણમાં વરસાદ પડતાં હથનૂર ડેમના 41 દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે.આ વરસાદી સિઝનમાં પહેલીવાર 41 દરવાજા ઓપન કરવામાં આવ્યા છે.મધ્ય પ્રદેશ રાજ્યમાં બૈતૂલ વિસ્તારમાંથી તાપી નદીનો ઉદ્ગમ થયો છે.અને મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીને પુર આવતાં હથનૂર ડેમના પાણી વધી જતાં 41 દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે. હથનૂર ડેમના અધિકારી કર્મચારીઓ ડેમ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

ઉકાઈ ડેમના પાણીમાં વધારો

હથનૂર ડેમનું પાણી હજુ ઉકાઈ ડેમમાં આવ્યું નથી. જો કે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટી વધીને 282.43 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં પાણીની આવક 12,763 ક્યૂસેક અને જાવક 600 ક્યૂસેક છે. હથનૂરનું પાણી જેવું ઉકાઈ ડેમમાં આવશે કે સપાટીમાં ક્રમશઃ સારો એવો વધારો નોંધાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular