મેઘમહેર : સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, વરાછા અને લિંબાયત સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જળબંબાકારની સ્થિતિ

0
9

સુરતઃ સુરત શનિવારની વહેલી સવારથી મેઘરાજા મન મૂકી વરસતા ઠેરઠેર પાણીઓ ભરાય ગયા હતા. ખાંડી, ગળનારા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના કોલ ને લઈ ફાયર વિભાગ પણ દોડતું દેખાયું હતું. જેને લઈ શાળાઓમાં રજા આપી દેવાઈ હતી. હવામાન ખાતાના આંકડા મુજબ તો બે કલાકમાં ત્રણથી સાડાત્રણ ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો નહીં પણ ઝીંકાયો હોય એમ કહેવાય છે.

અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
શનિવારની મળસ્કે વરસાદે શરૂ કરેલા તોફાનનો ભોગ બનેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આજનો વરસાદ એટલો ઝંઝાવતી હતો કે રોડ પર વાહન કે સાઇકલ ચલાવવાની પણ તકલીફ પડતી હતી. વરસાદનું જોર એટલું હતું કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરીયાદો ઉઠી હતી. મેઘરાજાની તોફાની બેટિંગની અસરો સુરત પર વર્તાવાની શરૂ થઇ ચૂકી છે. સુરતના એરપોર્ટ પર એક પછી એક ચાર ફ્લાઇટને અસર પહોંચી હતી. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સ, ઇન્ડિગો અને સ્પાઇશ જેટ એમ ત્રણેય ફ્લાઇટને અધવચ્ચેથી જ અમદાવાદ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલીટીને કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સેફ નહીં જણાતા સુરત આવતી દિલ્હીની ત્રણેય ફ્લાઇટ્સને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી.

મોટા ભાગની સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી
ભારે વરસાદને કારણે દિલ્હીથી સુરત આવી રહેલા પેસેન્જરોને રિસિવ કરવા માટે એરપોર્ટ પર પહોંચેલા લોકો પણ અટવાય ગયા હતા. મુસાફરો પણ અમદાવાદ એરપોર્ટ લેન્ડ થતા તેમણે પણ મોટી મુશ્કેલીમાં મુકાયાની ફરીયાદ કરી હતી. સુરતમાં ભારે વરસાદને પગલે ફ્લાઇટ લેન્ડ ન થઇ શકે તેવી સ્થિતિને પગલે જયપુર સુરત ફ્લાઇટને જયપુરથી ઉડવા જ ન દેવાઇ હતી. જયપુર સુરત ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. મેઘરાજાની તોફાની બેટિંગની બીજી મોટી અસર શહેરના શિક્ષણ જગત પર પડી હતી. સવારે સાડા છ વાગ્યે વરસાદનું જોર જોતા સુરત શિક્ષણાધિકારી કચેરીએ જે તે વિસ્તારની ઇફેક્ટેડ સ્કુલોના આચાર્યોને પોતાની વિવેકબુદ્ધિ અને વરસાદી પરિસ્થિતિમાં શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી એ અંગે નિર્ણય કરવાની છૂટ આપી હતી. જોકે, વરસાદને પગલે મોટા ભાગની સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી હતી. સવારના પહોરમાં ઘણાં વિદ્યાર્થીઓ તૈયાર થઇને નીકળ્યા હતા તેઓ પણ વરસાદી તોફાનમાં અટવાય જવા પામ્યા હતા.

સવારે સાડા આઠ વાગ્યે વરસાદી તોફાન થોડુ શમ્યું હતું અને વરસાદે ઝરમરીયા સ્વરૂપ ધારણ કર્યું હતું. અઢી કલાકમાં તો વરસાદે સુરતને ઘમરોળી મૂક્યું હતું. 3જી ઓગસ્ટ એટલે કે આજે સવારથી જ સુરતમાં 2:00 કલાક દરમિયાન કોટ વિસ્તારના ઝોનમાં 76.એમ.એમ., વરાછા એ જોન.72 એમ. એમ., વરાછા બી જોન ૪૮ એમ એમ, રાંદેર ઝોન 89 એમ એમ, કતારગામ ઝોન 79એમ.એમ., ઉધના ઝોન ૪૯ એમ.એમ., લિંબાયત 70 એમ એમ, અઠવા ઝોન 56 એમ એમ. વરસાદ ઝીકાયો હતો.

દક્ષિણ ગુજરાતના વરસાદના આંકડા

સુરત જિલ્લાનો વરસાદ
બારડોલી- 26મિમિ
ચોર્યાસી- 71 મિમિ
કામરેજ- 24મિમિ
મહુવા- 76 મિમિ
માંડવી- 51 મિમિ
ઓલપાડ-26 મિમિ
પલસાણા- 54 મિમિ
સુરત સિટી- 60 મિમિ
માંગરોળ 269 મિમિ
ઉમરપાડા 91 મિમિ

નવસારી જીલ્લાનો વરસાદ
ચીખલી- 106 મિમિ
ગણદેવી- 86 મિમિ
જલાલપોર- 109 મિમિ
ખેરગામ- 117 મિમિ
નવસારી- 85 મિમિ
વાંસદા- 165 મિમિ

તાપી જિલ્લાનો વરસાદ
નીઝર- 09 મિમિ
સોનગઢ- 23 મિમિ
ઉચ્છલ- 14 મિમિ
વાલોડ-53 મિમિ
વ્યારા- 31 મિમિ
ડોલવણ- 41 મિમિ
કુકરમુંડા-31 મિમિ

વલસાડ જિલ્લાનો વરસાદ
ધરમપુર- 127 મિમિ
કપરાડા- 261 મિમિ
પારડી- 169 મિમિ
ઉમરગામ- 92 મિમિ
વલસાડ- 122 મિમિ
વાપી- 231 મિમિ

ડાંગ જિલ્લાનો વરસાદ
આહવા- 105 મિમિ
સુબિર- 47 મિમિ
વઘઇ-184 મિમિ
સાપુતારા-98 મિમિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here