સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લામાં ત્રણથી અઢી ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે મધુબન ડેમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. અને કાંઠાના ગામોને પણ સૂચના આપી દેવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં વરસાદ
વલસાડ જિલ્લામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં 77 મિમિ નોંધાયો છે. જ્યારે વલસાડમાં 57 મિમિ, ઉમરગામમાં 5 મિમિ, કપરાડામાં 41 મિમિ, પારડીમાં 35 મિમિ, વાપીમાં 34 મિમિ વરસાદ પડ્યો છે.
નવસારી જિલ્લામાં વરસાદ
નવસારી જિલ્લામાં સવારતી અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ખેરગામમાં 75 મિમિ પડ્યો છે. જ્યારે નવસારીમાં 12 મિમિ, જલાલપોરમાં 4 મિમિ, ગણદેવીમાં 13 મિમિ, ચીખલીમાં 12 મિમિ, વાંસદામાં 7 મિમિ વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લામાં વરસાદ
ડાંગ જિલ્લામાં સવારથી અત્યાર સુધીમાં સૌથી વધુ વલરસાદ સાપુતારમાં 25 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે આહવામાં 14 મિમિ, સુબીરમાં 13 મિમિ અને વઘઈમાં 19 મિમિ વરસાદ નોંધાયો છે.