આર્થિક કટોકટી : એર ઈન્ડિયા પર સંકટના વાદળો, એક સાથે 120 પાયલટે આપ્યું રાજીનામું

0
20

મુંબઈઃ નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી એર ઈન્ડિયાના ખરાબ દિવસો પુરા થવાનું નામ લઈ રહ્યાં નથી. કંપનીના લગભગ 120 એરબેસ એ-320 પાયલટે રાજીનામુ આપ્યું છે. આ બધા તેમની સેલેરી ન વધવા અને પ્રમોશન ન થવાને કારણે નારાજ હતા. આ સંદર્ભમાં પાયલટોએ ફરિયાદ કરી છે કે કંપની તેમની સેલેરી વધારી રહી ન હતી. આ સિવાય કંપની તેમનું પ્રમોશન પણ કરી રહી ન હતી. તેમણે આ મુદ્દાને ઘણી વખત રજૂ કર્યા હતા, પરંતુ એડમિનિસ્ટ્રેશને આ બાબતો પર ધ્યાન આપ્યું ન હતું, આ કારણે હાલ તેઓએ રાજીનામું આપ્યું છે.

 

હિસ્સો વેચવાની તૈયારીમાં સરકાર

અગાઉ સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર એર ઈન્ડિયામાં 100 ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે. એટલું જ નહિ સરકારે તેના કાર્યકાળમાં 76 ટકા હિસ્સો વેચવાનો પ્લાન પણ તૈયાર કર્યો હતો, જોકે ત્યારે કોઈએ પણ હિસ્સો ખરીદવા માટે રસ ન બતાવ્યો.

4500 કરોડ રૂપિયાનું દેવું

એર ઈન્ડિયાએ ત્રણ ઓઈલ કંપનીઓને 4500 કરોડ રૂપિયાથી વધુનું દેવું ચુકવવાનું છે. જે હવાઈ કંપનીએ છેલ્લા ઘણા મહિનાઓથી ચૂકવ્યું નથી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એર ઈન્ડિયાને 90 દિવસનો ક્રેડિટ પીરિયડ મળે છે.

વેતન માટે કંપનીને દર મહિને જોઈએ 300 કરોડ રૂપિયા

તાજેતરમાં જ એર ઈન્ડિયાના ચેરમેન અશ્વિન લોહાનીએ જણાવ્યું હતું કે કંપનીને દર મહિના માત્ર 300 કરોડ રૂપિયા કર્મચારીઓને સેલેરી આપવા માટે જ જોઈએ. મંત્રી સમુહમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, રેલ મંત્રી પીયૂષ ગોયલ સામેલ છે.

ઓઈલ કંપનીઓના પૈસાની ઝડપથી ચૂકવણી કરવા એર ઈન્ડિયાએ બતાવી તૈયારી

રવિવારે એર ઈન્ડિયાએ ઓઈલ કંપનીઓના દેવાની ઝડપથી પતાવટ કરવાની વાત કહી હતી. એર ઈન્ડિયા ઓઈલ કંપનીઓની સાથે આ મામલના સમાધાનની વાત કરી રહી છે. સાથે જ કંપની ફલાઈટ ન અટકે તે માટે અને મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે પણ પ્રયત્નો કરી રહી છે.

ઓઈલ કંપનીઓએ આપી હતી અંતિમ ચેતવણી

ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે સરકારી ઓઈલ કંપનીઓએ એર ઈન્ડિયાને અંતિમ ચેતવણી આપતા 18 ઓક્ટોબર સુધીમાં તમામ ચૂકવણી કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચૂકવણી ન કરવા પર મુખ્ય છ ઘરેલું એરપોર્ટ પર કંપનીને ફ્યુઅલ આપવાનું બંધ કરી દેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here