Saturday, September 25, 2021
Homeક્લબહાઉસ : શ્રીરામકૃષ્ણન અને આરતી રામમૂર્તિની કંપનીનું મૂલ્ય રૂ.29 હજાર કરોડ થયું
Array

ક્લબહાઉસ : શ્રીરામકૃષ્ણન અને આરતી રામમૂર્તિની કંપનીનું મૂલ્ય રૂ.29 હજાર કરોડ થયું

સિલિકોન વેલી અને એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં હલચલ મચાવતી અનેક હસ્તિઓ સોશિયલ મીડિયા પર એક ઓડિયો એપ- ક્લબહાઉસ પર ચર્ચા કરતી સાંભળી શકાય છે. ‘ધ ગુડ ટાઈમ શો’ના હોસ્ટ ભારતીય દંપતી શ્રીરામ કૃષ્ણન અને આરતી રામમૂર્તિ અનેક દિગ્ગજોને સારી રીતે ઓળખે છે. ફેબ્રુઆરીમાં એલન મસ્ક માત્ર એક ટેક્સ્ટ મેસેજ પછી ક્લબહાઉસના પ્રોગ્રામમાં આવ્યા હતા. તેઓ થોડા વર્ષ પહેલા મસ્કને તેની કંપની સ્પેસ એક્સના વડામથકમાં મળ્યા હતા. એક સપ્તાહ પછી માર્ક ઝકરબર્ગ તેમના કાર્યક્રમમાં ઓગમેન્ટેડ રિયાલિટી ટેક્નોલોજી પર ચર્ચા કરતા હતા. તેમણે ઝકરબર્ગની સોશિયલ મીડિયા કંપનીમાં કામ કર્યું છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થયેલા શોના એક લાખ 75 હજાર સબસ્ક્રાઈબર છે. તેમના પ્રશંસકોમાં ગાયક કેલ્વિન હેરિસ અને પેરિસ હિલ્ટન જેવી જાણીતી ડિઝાઈનર અને વ્યવસાયી સામેલ છે. શો પર ટેક્નોલોજી આન્ત્રપ્રેન્યોર ક્રિપ્ટોકરન્સી, માનવ-રોબોટ સંબંધો જોવા વિષયો પર ચર્ચા કરે છે. સપ્તાહ પર ત્રણ દિવસ સુધી ચાલતા લાઈવ શોમાં લોકો સાથે મિત્રતાપૂર્ણ અંદાજમાં ચર્ચા થાય છે. કૃષ્ણન જણાવે છે કે, આપણે વ્યક્તિ કેન્દ્રિત થીમ પર વધુ ધ્યાન આપીએ છીએ. આરતી રામમૂર્તિ કહે છે કે, ભારત કે કોઈ અન્ય દેશમાં કારકિર્દી શરૂ કરનારા લોકો તરફથી અમને અસંખ્ય પ્રતિક્રિયા મળે છે.

શ્રીરામ અને આરતીનો જન્મ ચેન્નઈના મધ્યમવર્ગીય પરિવારોમાં થયો છે. કોલેજમાં અભ્યાસ દરમિયાન બંનેની ઓનલાઈન મુલાકાત થઈ હતી. બંનેએ પહેલા માઈક્રોસોફ્ટમાં કામ કર્યું. પછી ફેસબુકમાં ગયા. શ્રીરામ કૃષ્ણને ટ્વિટર, યાહુ, ફેસબુક અને સ્નેપમાં મેનેજર પદની જવાબદારીઓ સંભાળી છે. હવે ક્લબહાઉસનું મૂલ્ય લગભગ રૂ. 29 હજાર કરોડનું છે. એપ એનાલિટિક્સ કંપની સેન્સર ટાવર અનુસાર ફેબ્રુઆરીમાં આ એપ ટોચ પર હતી. એ મહિને તેમના શોમાં મસ્ક અને ઝુકરબર્ગ આવ્યા હતા. એપ્રિલમાં આ આંકડો ઘટીને 9 લાખ થયો હતો. એ સમયે દુનિયાભરમાં શોના એક કરોડ ડાઉનલોડ થયા હતા. ભારતીય દંપતી સ્પોટીફાઈ જેવી મોટી કંપનીઓ સાથેની હરીફાઈ અને ક્લબહાઉસના સંકોચનના સમાચારથી ચિંતિત નથી. તેઓ કહે છે ક્લબહાઉસને શરૂ થયે હજુ એક વર્ષ જ થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments