અમદાવાદની રાજપથ-કર્ણાવતી સહિતની ક્લબો આગામી સપ્તાહથી શરૂ : મેમ્બર્સને જ પ્રવેશ, 70 મિનિટ રોકાઈ શકશે

0
4

શહેરની રાજપથ-કર્ણાવતી સહિતની ક્લબો આગામી સપ્તાહથી શરૂ થશે. અમદાવાદના ક્લબ સંચાલકોએ સરકારના અનલોકના નિયમોનું પાલન કરીને ક્લબો તેના મેમ્બર્સ માટે ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, હાલના તબક્કે માત્ર ક્લબના મેમ્બર હોય તેવી જ વ્યક્તિને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે અને ગેસ્ટને એન્ટ્રી મળશે નહીં. આ ઉપરાંત દરરોજે ક્લબને સેનિટાઈઝ પણ કરવામાં આવશે.

મેમ્બરને જ પ્રવેશ, 70 મિનિટ જ ક્લબમાં રોકાઈ શકશે

ક્લબ સંચાલકોએ લીધેલા નિર્ણય અનુસાર હાલના તબક્કે ક્લબની અંદર માત્ર મેમ્બરને જ પ્રવેશ અપાશે અને ગેસ્ટ નહીં આવી શકશે. દરેક મેમ્બરનો એન્ટ્રી તથા એક્ઝિટ ટાઈમ નોંધવામાં આવશે અને હાલ પ્રવેશ બાદ દરેક મેમ્બર માત્ર 70 મિનિટ ક્લબમાં રોકાઈ શકશે. ક્લબમાં મેમ્બર આવે તે પહેલા તેને ટનલમાં સંપૂર્ણ સેનેટાઈઝ કરવામાં આવશે. અત્યારે માત્ર ફૂડકોર્ટ શરૂ કરવામાં આવશે જ્યારે કોઈ પણ ક્લબની રેસ્ટોરાં શરૂ કરાશે નહીં.

સિનિયર સિટીઝન-બાળકોને ‘નો-એન્ટ્રી’, સ્વિમિંગ હજી બંધ

હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 65 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની વયના બાળકોને ક્લબમાં એન્ટ્રી નહીં મળે. આ ઉપરાંત ક્લબમાં જીમ, બેડમિંગ્ટન, વોકિંગ ટ્રેક, વોલિબોલ, ટેબલટેનિસ સહિતની એક્ટિવિટી શરૂ થશે પરંતુ સ્વિમિંગ પુલ હજી બંધ રહેશે. આગામી સમયગાળા દરમિયાન વધુ સુવિધાઓ શરૂ કરવા બાબતે નિર્ણય લેવાઈ શકે છે, એમ ક્લબ સંચાલકોએ જણાવ્યું હતું.

રાજપથ ક્લબના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વિક્રમ શાહ

પહેલા મહિનામાં ચાર રવિવાર ક્લબ બંધ રખાશે: વાઈસ પ્રેસિડેન્ટ, રાજપથ ક્લબ

રાજપથ ક્લબના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વિક્રમ શાહે CN24NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 24મી ઓગસ્ટથી ક્લબ શરૂ કરવામાં આવશે. પહેલા મહિનામાં ચાર રવિવાર ક્લબ બંધ રાખશે. ઓપન એર રેસ્ટોરન્ટ અને ફૂડ કોર્ટ શરૂ કરવામા આવશે. જેમાં 50 ટકા બેસી શકે તેટલી જ સુવિધાઓ હશે. તમામ વસ્તુઓ ડિસ્પોઝેબલ હશે. ટ્રેક, વોલીબીલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન શરૂ કરવામાં આવશે. ટ્રેકમાં માત્ર વોકિંગની જ પરમિશન હશે. જિમ પણ 25 ટકાની કેપેસિટી સાથે ચાલુ કરશે. જેમાં સવારે 3 અને સાંજે 3 બેચ ચાલશે. એક બેચ બાદ જિમ સેનેટાઇઝ કરીશું. જિમ ચાલુ હશે ત્યારે પણ સેનેટાઇઝ કરવામાં આવશે. 12 વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરના લોકોને પ્રવેશ નહિં આપવામાં આવે. પહેલા ત્રણ-ચાર દિવસ ક્લબમાં લોકોની અવરજવર જોઈશું. વધારે લોકો આવશે તો એન્ટ્રી પણ મર્યાદિત કરી દેવામાં આવશે. ક્લબમાં પ્રવેશનારનું ફરજિયાત થર્મલગનથી ટેમ્પરેચર ચેક અને સેનેટાઇઝ કરવામાં આવશે. ક્લબ ચાલુ કરતા પહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here