સુરત માં કોરોનાના UK સ્ટ્રેઇનનો પગપેસારો : શહેરના ચાર વિસ્તારોમાં કલસ્ટર ઝોન લાગુ કરાયા.

0
5

સુરતમાં કોરોના વાઇરસના ઝડપથી ફેલાતા યુકે સ્ટ્રેનના કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના સામાન્ય કેસ પણ ચૂંટણી પછી માથું ઊંચકી રહ્યા છે તેવામાં પાલિકા દ્વારા ખાસ દિશા નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. બહાર ગામથી સુરત આવતા લોકો માટે ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપવામાં આવી છે અને ત્યારબાદ જ ઘરે જવું હિતાવહ હોવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

ત્યારે ડાયમંડનગરી સુરતમાં કોરોનાના યુકે સ્ટ્રેઇનનો પગપેસારો થયો છે. ગત મહિને પુણે મોકલવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેય સેમ્પલમાં યુકેના નવા સ્ટ્રેઇનની પુષ્ટિ થઈ છે. ત્રણેય પોઝિટિવ વ્યક્તિની કોઇ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અન્ય વ્યક્તિના સંપર્કમાં આવતાં યુકે સ્ટ્રેઇન પોઝિટિવ આવ્યો છે.

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 54285 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 પર સ્થિર છે. ગત રોજ શહેરમાં 75 અને જિલ્લાના 7 લોકો મળી કુલ 82 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં 52,541 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.

રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 12,37,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 2,90,011 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,23,245 લોકોને રસી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here