CMના ગામમા દેશી દારૂની રેલમછેલ, હપ્તારાજ વચ્ચે ચાલતા ધંધા પર પોલીસ જ તૂટી પડી, 30 હજાર લીટરનું મટિરીયલ નાશ

0
38

રાજકોટ: ગાંધીનું ગુજરાત અને વિજય રૂપાણીના રાજકોટમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં કુબલિયાપરામાં દેશી દારૂઓની ભઠ્ઠી છે તે વાતો તો જગજાહેર છે. દેશી દારૂના ધંધાર્થીઓ પણ મહિને લાખોનો હપ્તો આપે છે તે વાત ખાનગીમાં જાહેર જેવું જ છે. પરંતુ આજે અચાનક જ પોલીસને આ વિસ્તાર યાદ આવ્યો અને 150 જેટલી પોલીસ સવારથી તૂટી પડી અને ઘરમાં ચાલતા દેશી દારૂના ભઠ્ઠા પર તૂટી પડી હતી. જેમાં 30 હજાર જેટલો દેશી દારૂ બનાવાના આથા સહિતના રો મટિરયલનો નાશ કરવામા આવ્યો હતો. જો કે રેડ દરમિયાન કુબલિયાપરા વિસ્તારમાં દેશી દારૂની રિતસર નદીઓ વહી હતી.

આ વિસ્તારમાં મોટાભાગના ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી

કુબલિયાપરા એટલે દેશી દારૂ બનાવાનું અને મળવાનું પીઠ્ઠુ ગણવામાં આવે છે. આ વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂ મળે જ છે અને પોલીસની મીઠી નજર હપ્તારાજ વચ્ચે વેપલો થાય જ છે. પોલીસને અચાનક જ આજે આ વિસ્તાર યાદ આવ્યો અને ડ્રાઇવ કરી હતી. જેમાં ક્રાઇમબ્રાન્ચ, એસઓજી પોલીસ સહિત 150 જેટલી પોલીસે સવારથી દરોડો પાડ્યો હતો. જેમાં ઘરમાં દારૂ રાખવા માટે ટાકા બનાવામાં આવ્યા હતા તે નજરે પડ્યું હતું. તે સિવાય દેશી દારૂની તૈયાર કોથળીઓ પણ મળી આવી હતી. 600 લીટર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો તો દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા 12 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ડ્રાઇવ પણ નાટક કે કાયમ માટે બંધ એ મોટો સવાલ

આજે પોલીસે કુબલિયા પરામાં રેડ તો કરી પરંતુ કોઇ મોટા માથા સામે કેસ કરે છે કે પછી 8થી 10 લોકો સામે કાર્યવાહી કરી વાત પૂરી કરે છે તે જોવું રહ્યું. આ પહેલા પણ આ વિસ્તારમાં દારૂ પર પોલીસે દરોડા પાડ્યા હતા. પરંતુ ફરી જૈસૈ થે જેવી સ્થિતિ સામે આવે છે. આ વિસ્તારમાં આ રેડ પછી બધુ બંધ જ થઇ જશે કે ફરી થોડા સમયમાં વેપલો ફરી ધમધમશે તે મોટો સવાલ છે. આ પહેલા સીએમ સામે ચૂંટણી લડેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અલ્ટીમેન્ટમ આપેલું હતું ત્યારે ખુદ જે તે સમયના કમિશનર અનુપસિંહ ગહેલોતે ડ્રાઇવ કરી હતી ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસને ખબર હતી કે અહીં આવડો વેપલો ચાલુ છે તો ત્યાં પછી એક પણ વખત કેમ ડ્રાઇવ ન કરી. આજે ફરી આ વિસ્તાર અચનાક જ યાદ આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here