Monday, January 24, 2022
HomeCM ઓફિસને જ ખબર નથી કે યોગી આદિત્યનાથનું અસલી ટ્વિટર એકાઉન્ટ ક્યું...
Array

CM ઓફિસને જ ખબર નથી કે યોગી આદિત્યનાથનું અસલી ટ્વિટર એકાઉન્ટ ક્યું છે

લખનઉ: Yogi Adityanath સોશિયલ મીડિયા પર એક્ટિવ સીએમઓ એકાઉન્ટથી સોમવારે એક ભૂલ થઈ ગઈ છે. તેમણે તેમના ટ્વિટમાં યોગી આદિત્યનાથના નામથી બનેલા એક ખોટા એકાઉન્ટને ટેગ કરી દીધું છે.

(ભૂલથી આ ખોટા એકાઉન્ટ પર ટ્વિટ ટેગ કરી દેવામાં આવી હતી, જોકે પછી સીએમઓ ઓફિશિયલ એકાઉન્ટ પરથી તે ટ્વિટ જ ડિલીટ કરી દેવામાં આવી હતી)

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોમાંથી એક છે. જનસભાઓ સિવાય સોશિયલ મીડિયા ઉપર પણ યોગી આદિત્યનાથ છવાયેલા રહેતા હોય છે. પરંતુ સોમવારે ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી કાર્યલાયના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી એક ભૂલ થઈ ગઈ છે. CMO UP તરફથી કરવામાં આવેલી ટ્વિટમાં યોગી આદિત્યનાથના ખોટા ટ્વિટર એકાઉન્ટને ટેગ કરવામાં આવ્યું હતું. જે વિશે સોશિયલ મીડિયા ઉપર પણ લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.

શું છે સમગ્ર ઘટના?

હકિકતમાં ઉત્તર પ્રદેશના સીએમઓના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ @CMOfficeUP તરફથી યોગી આદિત્યનાથ વિશે ટ્વિટ કરવામાં આવ્યું હતું. આ ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વારાણસીમાં યુવા પ્રવાસ ભારતીય દિવસે પ્રદર્શનીની મુલાકાત કરશે. પરંતુ ટ્વિટમાં @myogiaditynath નામના ટ્વિટર એકાઉન્ટને ટેગ કરવામાં આવ્યું છે જે ખોટું છે. યોગી આદિત્યનાથનું ઓફિશિયલ એકાઉન્ટ @myogiadityanath છે. @CMOfficeUP દ્વારા જે એકાઉન્ટને ટેગ કરવામાં આવ્યું છે તેમાંથી માત્ર 5 ટ્વિટ થયા છે અને છેલ્લું ટ્વિટ તો 2017માં થયું છે. જ્યારે ઓફિશિયલ એકાઉન્ટથી સતત અપડેટ્સ કરવામાં આવી રહ્યા છે.

પહેલીવાર વારાણસીમાં કાર્યક્રમનું આયોજન

નોંધનીય છે કે યોગી આદિત્યનાથ આજે વારાણસીમાં છે. જ્યાં વડાપ્રધાન મોદીએ પ્રવાસી ભારતીય દિવસનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ હાજર રહ્યા હતા. આવું પહેલીવાર થયું છે જ્યારે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન વારાણસીમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, કુંભની સાથે સાથે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવું ઉત્તરપ્રદેશ માટે સૌભાગ્યની વાત છે. કુંભ આજે એક વૈશ્વિક માન્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વખતે ઐતિહાસિક કુંભનું આયોજન થઈ રહ્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular