CM પટનાયકની બહેન ગીતા મહેતાનો પદ્મશ્રી લેવાનો ઈન્કાર; કર્ણાટકમાં કોંગ્રેસ-JDSનો વિરોધ

0
37

નવી દિલ્હીઃ ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક ની બહેન ગીતા મહેતાએ પદ્મશ્રી પુરસ્કાર લેવાથી ઈન્કાર કર્યો છે. જયારે બીજી તરફ કર્ણાટકના સિદ્ધગંગા મઠના પ્રમુખ શિવકુમાર સ્વામીને ભારત રત્ન માટે પસંદગી ન કરવા પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને જનતા દળ સિક્યુલરે સરકાર પર શિવકુમાર સ્વામીની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.

શુક્રવારે રાષ્ટ્રપતિએ પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરી હતી

  • ગીતા મહેતાએ આ પુરસ્કાર ન લેવાનું કારણ જણાવતા કહ્યું છે કે કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય ફાયદો લેવા માટે આ પુરસ્કાર આપી રહી છે. જેના કારણે તે આ પુરસ્કારનો સ્વીકાર કરતી નથી. ઉલ્લેખનીય છે કે તેમની સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉલ્લેખનીય ઉપલબ્ધિ માટે આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
  • કર્ણાટક કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે વારંવાર માંગણી કરી હોવા છતાં ડો.શિવકુમાર સ્વામીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા નથી. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું છે કે અમારી આ માંગને કર્ણાટક બીજેપીએ પણ સમર્થન આપ્યું હતું. આમ છતાં કેન્દ્ર સરકાર સ્વામી જીનું યોગદાન ભૂલી ગઈ. પાર્ટીએ કેન્દ્ર સરકારને આ સંબધમાં પુનવિચાર કરીને શિવકુમાર સ્વામીને ભારત રત્નથી સન્માનિત કરવાની અપીલ કરી છે.
  • શુક્રવારે ગણતંત્ર દિવસેની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરી હતી. આ વખત કુલ 112 પહ્મ પુરસ્કાર અપાઈ રહ્યાં છે. તેમાં કુલ 94 લોકોને પહ્મ શ્રી, 14 હસ્તીઓને પહ્મ ભૂષણ અને 4 લોકોને પહ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. કલા, સમાજિક સેવા, સાયન્સ, એન્જિનિંયરીંગ, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી, સારવાર, સાહિત્ય અને શિક્ષણ, સ્પોર્ટસ અને નાગરિક સેવાના ક્ષેત્રમાં અગ્રણી યોગદાન આપવા બદલ આ એવાર્ડ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here