Friday, March 29, 2024
HomeCM યોગી આદિત્યનાથે એ કરી બતાવ્યું જે દેશના કોઈ મુખ્યમંત્રી નથી કરી...
Array

CM યોગી આદિત્યનાથે એ કરી બતાવ્યું જે દેશના કોઈ મુખ્યમંત્રી નથી કરી શક્યા, સર્જયો નવો રેકોર્ડ

- Advertisement -

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યકાળને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના એવા પહેલા સીએમ બન્યા છે જેમણે પદ સંભાળતાની સાથે જ 16 મહિનામાં 75 જિલ્લાની મુલાકાત પૂર્ણ કરી હોય. આ પહેલા કોઈ પણ મુખ્યમંત્રી આ કામ નહોતા કરી શક્યા. 19 માર્ચ 2017ના રોજ મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથ રાજ્યભરમાં તોફાનની જેમ મુલાકાતો લઈ રહ્યા હતા. સરકારી કાર્યક્રમોમાં સામિલ થઈ રહ્યા હતા. કાનૂન વ્યવસ્થા અને વિકાસની નીતિની સમીક્ષા કરી રહ્યા હતા. યોગી આદિત્યનાથે 75 જિલ્લાને માત્ર જોયા નહીં પણ જરૂરિયાત પડવા પર કેટલાક જિલ્લાઓમાં રહ્યા પણ ખરા. બે વર્ષના કાર્યકાળમાં યોગી આદિત્યનાથે માત્ર ગોરખપૂરમાં દોઢ ડઝન રેલી કરી અને 8થી 10 વખત વારાણસીની મુલાકાત લઈ આવ્યા.

પહેલા મુખ્યમંત્રી જેમણે નોઈડા જઈ અંધવિશ્વાસ તોડી નાખ્યો

યોગી આદિત્યનાથે એ અંધવિશ્વાસને ચકનાચૂક કરી નાખ્યો જ્યાં જનારા મુખ્યમંત્રીને પોતાનું પદ ગુમાવવાનો વારો આવી શકે છે. જેના કારણે કેટલાક મુખ્યમંત્રી નોઈડા જતાં ગભરાતા હતા. પણ યોગી આદિત્યનાથ ગયા અને અંધવિશ્વાસને તોડી સત્તાને પણ બચાવી. આ માન્યતા ત્યારે બનેલી જ્યારે 1988માં તત્કાલીન મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ નોઈડાથી પરત ફર્યા અને પોતાની ગાદ્દી છોડવાનો વારો આવ્યો. યોગીજી જ્યારે ગયા ત્યારે ઘણા નેતાઓ ખુશખુશાલ નજરે આવી રહ્યા હતા પણ આજે બે વર્ષ થયા યોગીજી સત્તારૂઢ છે. યોગી આદિત્યનાથની પ્રાથમિકતાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મત વિસ્તાર વારાણસી પણ હતો. વારાણસી મુલાકાતે જ્યારે પ્રધાનમંત્રી જાય ત્યારે યોગીજી તેમની સાથે જ જોવા મળતા હતા. પણ કેટલીક વખત મોદીજી ન હોય ત્યારે પણ યોગી આદિત્યનાથ વારાણસીમાં હોય જ. વારાણસી ગોરખપૂર બાદ યોગી આદિત્યનાથનું બીજુ ઘર બની ગયું હતું.

અચાનક નીકળી જાય છે મુલાકાત પર

ગાઝિયાબાદની એક હોસ્પિટલમાં યોગી આદિત્યનાથના સંબંધી ભર્તી હતા. અચાનક તેઓ હોસ્પિટલની મુલાકાતે જઈ પહોંચ્યા. ગાઝિયાબાદની આ હોસ્પિટલનું પ્રશાસન મુખ્યમંત્રીની અચાનક વિઝીટથી હડકંપમાં આવી ગયું. માત્ર હોસ્પિટલ નહીં પણ લખનઉની સ્કૂલની મુલાકાતો લેવા માટે પણ યોગી આદિત્યનાથ પહોંચી ગયા અને વિકાસના કામોની સમીક્ષા અને જરૂર પડે ત્યાં તંત્રની આલોચના પણ કરી. ભલે ત્યાં પોતાના નેતાઓનો જ વિસ્તાર કેમ ન હોય.

કુંભ મેળામાં પહેલી વખત, પ્રયાગરાજમાં 132 વર્ષ બાદ કેબિનેટની બેઠક

યોગી આદિત્યનાથે કુંભ મેળામાં પ્રયાગરાજની કેબિનેટ બેઠકમાં મીટીંગ કરી હતી. એવું કહેવામાં આવે છે કે અંગ્રેજોના સમયે 1887માં કુંભમાં કેબિનેટની બેઠક મળી હતી. યોગી આદિત્યનાથે એ પરંપરાનો પણ ભાંગીને ભૂક્કો કાઢી નાખ્યો. ન માત્ર કુંભના મેળાનું સફળ રીતે આયોજન કર્યું. પણ પોતે પ્રધાનમંત્રી સહિત તમામ રાજ્યના કદાવર નેતાઓ અને વિરોધપક્ષના નેતાઓને પણ કુંભના મેળામાં ડુબકી લગાવવા માટે મજબૂર કરી દીધા.

પૂરા રાજ્યનો હાલ જાણનારા પહેલા સીએમ યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના પહેલા મુખ્યમંત્રી છે જેમણે પૂરા રાજ્યની હાલચાલ જાણવાનો અને વિકાસના કાર્યોની સમીક્ષા કરી જિલ્લાઓની મુલાકાત લીધી હોય. જ્યારે તેમની પહેલાના નેતા માત્ર પસંદગીના ક્ષેત્રોમાં જ જતા હતા. પણ યોગી આદિત્યનાથે આ પરંપરાનો પણ છેદ ઉડાવી દીધો. 16 મહિનામાં 75 જિલ્લાઓની મુસાફરી કરી. ઘણા જિલ્લાઓમાં તો વારંવાર ગયા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular