ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહેલા પંજાબના 10થી વધુ આડતિયાઓના ત્યાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા, CM અમરિંદર સિંહે કર્યો બચાવ

0
8

ઈન્કમ ટેકસ વિભાગે રવિવારે પંજાબના 10થી વધુ આડતિયાઓના ઠેકાણા પર રેડ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ વાતની ટીકા કરતા કહ્યું કે આ આંદોલન કરી રહેલા ખેડૂતોને સપોર્ટ કરી રહેલા આડતિયાઓને ડરાવવા અને ધમકાવવાની કેન્દ્રની ચાલ છે. તેમણે ચેતવણી આપી છે કે આ રીતેથી કેન્દ્રની વિરુદ્ધનો લોકોનો રોષ વધશે.

મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે કેન્દ્ર તરફથી પંજાબના કેટલાક આડતિયા​​​​​​​ઓની વિરુદ્ધ ઈન્કમ ટેક્સની રેડ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહી છે. જેથી આડતિયાઓ પર દબાણ કરી શકાય. તેમણે કહ્યું કે આવી દમનકારી નીતિયો સત્તાધારી ભાજપને ઉલટી પડશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે એ વાત સ્પષ્ટ છે કે કૃષિ કાયદાની વિરુદ્ધ લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને મનાવવા, ગુમરાહ કરવા અને વહેંચવામાં અસફળ રહ્યાં પછી કેન્દ્ર સરકારે હવે સંઘર્ષને નબળો કરવા માટે આડતિયા​​​​​​​ઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જે પ્રથમ દિવસથી જ સંપૂર્ણ સક્રિયતાથી ખેડૂત આંદોલનને સપોર્ટ કરી રહ્યાં છે.

CRPFને સાથે લઈને રેડ પાડવામાં આવી
કેપ્ટને કહ્યું કે પંજાબના ઘણાં મોટા આડતિયાના ઠેકાણાઓ પર નોટિસ આપ્યાના ચાર દિવસની અંદર જ આ કાર્યવાહી કરવામાં આવી. તેમની નોટિસના જવાબની પણ રાહ જોવામાં આવી નથી. તેમણે કહ્યું કે આ કાર્યવાહી જ બતાવે છે કે તેમણે કોઈ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું નથી. એટલે સુધી કે સ્થાનિક પોલીસને પણ માહિતી અપાઈ નથી. જેને સામાન્ય વિધી ગણવામાં આવે છે. આઈટીની રેડ દરમિયાન સુરક્ષા આપવા માટે CRPFની સહાયતા લેવામાં આવી. મુખ્યમંત્રીએ પૂછ્યુ કે આ બદલાખોરીના રાજકારણનો મામલો નહિ તો પછી શું છે ?

આ આડતિયાઓના ​​​​​​​ઘરે રાતે જ થઈ કાર્યવાહી
CRPFના જવાનોને સાથે લઈને જે આડતિયા​​​​​​​ઓના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી તેમાં વિજય કાલડા, પવન કુમાર ગોયલ(પ્રધાન સામાના મંડી), જસવિંદર સિંહ રાણા (પટિયાલા જિલ્લા પ્રધાન) મંજિંદર સિંહ વાલિયા(પ્રધાન નવાશહર), હરદીર સિંહ લડ્ડ(પ્રધાન રાજપુરા), કરતાર સિંહ અને અમરીક સિંહ(આઢતિયા રાજપુર) સામેલ છે. પંજાબના કુલ 14 આઢતિયાઓને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here