સુરત : ડેવલપમેન્ટ પ્લાન-2035ને મુખ્યમંત્રીએ મંજૂર કર્યો,30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીન મુક્ત કરાઈ

0
7

ટેક્સટાઈલ અને હીરા નગરી તરિકે ઓળખાતા સુરત મહાનગર માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત શહેરના ડેવલપમેન્ટ પ્લાન-2035ને મંજૂર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા અને સુડાની કુલ 1085 ચો.કિ.મી. વિસ્તારના ફાઈનલ ડેવલપમેન્ટ પ્લાનને વિજયભાઇ રૂપાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી છેલ્લા 30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુકત થતાં ખેડૂતો-જમીન માલિકોને માટે દિશા ખુલી ગઈ છે.

DP મંજૂર થતાં તકો વધશે
આશરે 850 હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે અને રોજગારીની સાથે સાથે શહેરનો વિકાસ પણ વધુ ઝડપથી થશે. લોકોને પાકા અને સારા મકાનો મળી રહેશે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બન્ને બાજુ 1 કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના 50 ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કોમર્શીયલ ડેવલપમેન્ટ થઇ શકાશે.

નવી ક્ષિતીજનો પ્રારંભ થશે
પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ-કોમર્શીયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા ખૂલશે.કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે.સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતર માળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નિવડશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રખાયો
હજીરા વિસ્તારમાં થઇ રહેલા ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી ડેવલપમેન્ટ પ્લાનમાં સૂચવાયેલ સૂચિત ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ કોરીડોર આ વિસ્તારમાં વધુ આયોજનબદ્ધ રીતે ઔદ્યોગિક વિકાસને બળ પુરૂં પાડશે. એટલું જ નહિ, રોજગારીની તકો ખૂલશે અને શહેરની અર્થવ્યવસ્થાને વેગ મળશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, નવા ઝોનિંગવાળા વિસ્તારમાં ખાસ કરીને હાઇડેન્સીટી કોરીડોરમાં તાત્કાલીક અસરથી ટી.પી સ્કીમ્સનું આયોજન કરવામાં આવશે. જેના પરિણામે આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ સાથે સુઆયોજિત સવલતો પણ આપી શકાશે. સુરતના સ્માર્ટ સિટી તરીકેના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નિવડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here