ચૂંટણી પહેલાં CM અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને આપી આ મોટી રાહત

0
27

દિલ્હીનાં લોકોને બુધવારે મોટી રાહત મળી છે. ડીઈઆરસીએ વીજળીના ફિક્સ ચાર્જમાં ઘટાડો કર્યો છે. હવે 2 કિલો વોટ સુધીના વીજળી કનેક્શન પર 20 રૂપિયા પ્રતિ કિલો વોટ, 2 કિલો વોટથી લઈને 5 કિલોવોટ સુધીના વીજળી કનેક્શ પર 50 રૂપિયા પ્રતિ કિલો વોટ, 5 કિલો વોટથી લઈને 15 કિલો વોટ સુધીના વીજળી કનેક્શન પર 100 રૂપિયા પ્રતિ કિલો વોટ ફિક્સ ચાર્જ આપવો પડશે.

પહેલાં 2 કિલો વોટ સુધી 125 રૂપિયા, 2થી 5 કિલો વોટ સુધી 140 રૂપિયા અને 5થી 15 કિલો વોટ સુધી 175 રૂપિયા ફિક્સ ચાર્જ ચૂકવવો પડતો હતો. આ હિસાબથી તેમાં મોટો ઘટાડો કરીને દિલ્હી સરકારે લોકોને મોટી રાહત આપી છે. દિલ્હીમાં ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ફિક્સ ચાર્જમાં વધારો કરાયો હતો. જેનો વિરોધ બીજેપી અને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ કર્યો હતો.

અત્યારે હાલમાં વીજળીના ફિક્સ ચાર્જમાં વધારા પાછળ દિલ્હી ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (DERC)ને જવાબદાર ગણાવતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગત વર્ષે ડીઈઆરસીએ સરકારને પુછ્યા વગર દિલ્હીમાં વીજળીનો રેટ નક્કી કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here