નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં 6 વર્ષી માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ માસૂમ બાળકી લોહીલુહાણ હાલતમાં રસ્તા કાંઠે ઝાળીઓમાંથી મળી આવી હતી, જેની જાણકારી કોઈ શખ્સે દિલ્હી પોલીસને આપી હતી. આ બાળકીને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની હાલત બહુ નાજુક જણાવવામાં આવી રહી છે. બળાત્કારની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગુસ્સો વ્યાપી ચૂક્યો છે, તેઓ આરોપીઓને આકરામાં આકરી સજા આપવની માંગણી કરી રહ્યા છે.
6 વર્ષની માસૂમ પર દુષ્કર્મ, પીડિતાને મળ્યા સીએમ કેજરીવાલ
પીડિતાને મળ્યા સીએમ કેજરીવાલ
ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે 6 વર્ષની માસૂમ બાળકી દ્વારકામાં પોતાના ઘરની બાજુમાં રમી રહી હતી ત્યારે મોહમ્મદ નન્હે નામનો એક શખ્સ તેની બાજુમાં આવ્યો અને તેને ચોકલેટ અપાવવાના બહાને સાથે લઈ ગયો. જે બાદ મોહમ્મદ નન્હેએ બાજુમાં આવેલ ઝાળીઓ પાછળ બાળકીને લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યો અને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ છોડીને ભાગી ગયો. સીસીટીવી ફુટેજના આધારે નરાધમને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી નન્હે યૂપીના બુલંદશહેરનો રહેવાસી છે.
6 વર્ષની માસૂમ પર દુષ્કર્મ, પીડિતાને મળ્યા સીએમ કેજરીવાલ
દિલ્હીમાં 6 વર્ષી માસૂમ સાથે રેપ
જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માસૂમ સાથે રેપની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સીએમ કેજરીવાલે માસૂમના ઘરવાળાઓને 10 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાનું પણ એલાન કર્યું છે. સાથે જ સીએમ કેજરીવાલે કાનૂની મદદ માટે એક વકીલના સહાયતા આપવાની પણ વાત કહી છે. દિલ્હીના સીએમે કહ્યું કે તેમણે ડૉક્ટર્સ સાથે વાત કરી છે, બાળકી ખતરાથી બહાર છે.
6 વર્ષની માસૂમ પર દુષ્કર્મ, પીડિતાને મળ્યા સીએમ કેજરીવાલ
સ્થાનિ લોકોમાં રેપની ઘટનાને લઈ ગુસ્સો
જ્યારે 6 વર્ષની માસૂમ સાથે હેવાનિયતની ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ગુસ્સો છે. લોકોએ ઘટનાસ્થળે પ્રદર્શન કર્યું અને તેમણે દ્વારકા-ગુરુગ્રામ અંડરપાસને જામ કરવાની કોશિશ પણ કરી. સ્થાનિક લોકોની માંગણી હતી કે રેપના આરોપીને આકરી સજા આપવામાં આવે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ પીડિતા અને તેના પરિવારને મળવા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. તેમણે કહ્યું કે રેપના આરોપીને પકડી લેવામાં આવ્યો છે, પરંતુ શું આ પૂરતું છે?