CM અરવિંદ કેજરીવાલે રાજપુર રોડ ખાતે મતદાન કર્યું

0
18

Delhi Assembly Election 2020 : દિલ્હીની 70 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાયું છે. સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે. આ વખતે ચૂંટણીમાં મુખ્ય ટક્કર આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે છે. સીએમ અરવિંદ કેજરીવાલ પાંચ વર્ષના પોતાના કામને લઈને વોટ માંગી રહ્યા છે, જ્યારે બીજેપી રાષ્ટ્રવાદ, નાગરિકતા કાનૂન અને શાહીનબાગમાં પ્રદર્શનનો મુદ્દો ઉઠાવીની વોટ માંગી રહી છે. હવે જોવાનું રહ્યું કે દિલ્હીના લોકો આ વખતે પસંદગીનો કળશ કોના પર ઢોળે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ 11મી ફેબ્રુઆરીના રોજ એટલે કે મંગળવારે આવશે. 22મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આથી નિયમ પ્રમાણે આ પહેલા ચૂંટણી સંપન્ન કરીને વિધાનસભાની રચના કરવાની રહેશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજપુર રોડ ખાતે મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના પરિવારના લોકોએ પણ વોટિંગ કર્યું હતું.

દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે 2689 જગ્યા પર કુલ 13,757 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. આશરે 1 કરોડ અને 47 લાખ વોટર આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી વ્યવસ્થામાં 90 હજાર સરકારી કર્મચારીઓની મદદ લેવામાં આવી રહી છે. પોલિંગ બૂથ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here