Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

નવી દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ છે. સીએમ કેજરીવાલને ગઈ કાલથી સામાન્ય તાવ આવે છે અને ગળામાં ખરાશની તકલીફ છે. હવે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. અરવિંદ કેજરીવાલે ગઈ કાલ બપોરથી દરેક મીટિંગો રદ કરી દીધી છે અને કોઈની સાથે મુલાકાત કરી નથી. તેમણે પોતાની જાતેને હાલ હોમ આઈસોલેટ કરી દીધા છે.

નોંધનીય છે કે, દિલ્હીની કેજરીવાલ સરકારે હોસ્પિટલના ભાગલા પાડી દીધા છે. કેજરીવાલ સરકારની કેબિનેટે નિર્ણય કર્યો છે કે, દિલ્હીની હોસ્પિટલ, ભલે તે સરકારી હોય કે પ્રાઈવેટ પરંતુ તેમાં માત્ર દિલ્હીના લોકોની જ સારવાર કરાશે. દિલ્હીમાં આવેલી માત્ર કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં બહારના લોકોની સારવાર કરાશે.

નોંધનીય છે કે, દિલ્હીમાં કુલ દર્દીઓની સંખ્યા 27,654 છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 761 લોકોના મોક થયા છે. દિલ્હીમાં હાલ 219 કન્ટેન્ટમેન્ટ ઝોન છે. આ આંકડા જોખમી છે. દેશના પાટનગર દિલ્હીમાં એક જૂન પછી રોજ 1200થી વધારે કેસ આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments