Thursday, August 5, 2021
No menu items!
HomeCM રૂપાણીએ ગાંધીનગરથી વડોદરામાં 322 કરોડના કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યાં
Array

CM રૂપાણીએ ગાંધીનગરથી વડોદરામાં 322 કરોડના કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યાં

કોરોના મહામારીને પગલે વડોદરા મહાનગરપાલિકાના 322.66 કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગાંધીનગરથી 322.66 કરોડના વિવિધ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યાં

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી વડોદરામાં 322.66 કરોડના વિવિધ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ડો. જીગીષાબેન શેઠ, મ્યુનિસિપલ કમિશ્નર સ્વરૂપ પી. સહિત પાલિકના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત
(ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત)

 

ચૂંટણીની સંભાવનાને પગલે ઇ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયા

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરના અંતમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની શક્યતા છે, ત્યારે ગમે ત્યારે આચારસંહિતા લાગી શકે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને પાલિકાના તંત્ર દ્વારા પાણી પુરવઠા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, રોડ, અને આઇ.પોલ ઉપરાંત અટલાદરા એસ.ટી.પી ખાતે એનર્જી પ્લાન્ટ નાંખવાના કામ જેવા વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તના કાર્યક્રમો આજે કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments