રાજકોટ : રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વમાં CMની રાષ્ટ્રધ્વજને સલામી, બાઇકના સ્ટન્ટ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, પોરબંદરમાં દરિયામાં ત્રિરંગો લહેરાયો

0
25

રાજકોટ: 71મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે રાજકોટ શહેર-જિલ્લામાં કરવામાં આવી છે અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સવારે 9 વાગ્યે રેસકોર્સના મેદાનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે યોજાનારા રાષ્ટ્રીય પર્વના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રથમ વખત રાજ્યપાલને 28 પ્લાટુન દ્વારા સલામી આપવામાં આવી હતી. પોરબંદરમાં દરિયામાં સવારે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર સિટીઝનો અને બાળકો તેમજ યુવતીઓએ સમુદ્રમાં ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરી રાષ્ટ્ર ગાન ગાઇ 26મી જાન્યુઆરીની ઉજવણી કરી હતી. આ સિવાય સૌરાષ્ટ્રમાં ગામડાથી માંડીને મોટા શહેરોમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો.

જવાનોના બાઇક પર અલગ અલગ સ્ટન્ટ

પુરુષ અને સ્ત્રી પ્લાટુને અલગ-અલગ સલામી આપી

રાજકોટના રેસકોર્સના મેદાનમાં રાજ્યપાલના હસ્તે આન, બાન અને શાનથી ત્રિરંગો લહેરાવવાનો કાર્યક્રમ યોજાયા બાદ બિહાર રેજીમેન્ટ, કોસ્ટ ગાર્ડ, એસઆરપી, રાજકોટ-જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસ સહિત અલગ-અલગ 28 પ્લાટુનનો સલામીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુરુષ અને સ્ત્રી પ્લાટુને અલગ-અલગ સલામી આપી હતી.

વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા

2200 વિદ્યાર્થિનીએ એકસાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો

ધ્વજવંદન અને સલામીના કાર્યક્રમ બાદ 1100 બાળકો દ્વારા યોગનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ 2200 વિદ્યાર્થિનીએ એકસાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તેમજ અશ્વ શો, મોટરબાઇકના સ્ટન્ટ શો, માર્શલ આર્ટના દાવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ પોલીસ તંત્રનો પણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી આપતા ટેબ્લો પણ રેસકોર્સના મેદાનમાં ફરી વળ્યા હતા અને લોકોને સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

state level Republic Day celebration in rajkot

રાજકોટના રાજમાર્ગો પર રિહર્સલ કરાયું હતું

પ્રજાસત્તાક પર્વના દિવસે પરેડ કેવી થવાની છે તેનું રિહર્સલ શનિવારે શહેરના મુખ્યમાર્ગો પર કરવામાં આવ્યું હતું જે નિહાળવા હજારો લોકો ઊમટી પડ્યા હતા.

state level Republic Day celebration in rajkot

આજથી કેન્દ્રશાસિત દીવ -દમણ અને દાદરાનગર હવેલી એક સંઘપ્રદેશ ગણાશે

દીવ, દમણ અને દાદરાનગર હવેલી એમ બંને પ્રદેશો અલગ- અલગ સંઘ પ્રદેશ હતાં. જે આ પ્રજાસત્તાક દિને દીવ, દમણ અને દાદરાનગર હવેલી એક સંઘ પ્રદેશ થઇ જશે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીનો એકત્રી કરણ અધિનિયમ 2019 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા આ ત્રણેય પ્રદેશનાં પ્રશાસક તરીકે પ્રફુલ પટેલની પુન: નિયુકતી કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી 2020થી આ ત્રણેય સંઘ પ્રદેશનું એકત્રીકરણ થઇ ગયું છે. આ પ્રદેશોમાં સમાન કાનુન નિતીઓ, સમાન સંવેધાનિક હકો તેમજ સરકારી વિભાગોનાં કાર્ય એક થઇ જશે. જેમનું હેડક્વાર્ટર દમણ રહેશે. આમ ત્રણેય સંઘ પ્રદેશનું એકત્રીકરણ થતાં દીવનાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દીવ પ્રશાસન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

state level Republic Day celebration in rajkot

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here