Home દેશ મધ્યપ્રદેશ : CM શિવરાજસિંહનો ફરી કોરોના ટેસ્ટ, રિપોર્ટ નેગેટિવ આવશે તો કાલે...

મધ્યપ્રદેશ : CM શિવરાજસિંહનો ફરી કોરોના ટેસ્ટ, રિપોર્ટ નેગેટિવ આવશે તો કાલે રજા મળી શકે છે

0
2

ભોપાલ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહને જલ્દી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. રવિવારે તેમણે ફરી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. જો આ રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમને કાલે હોસ્પિટલમાંથી રજા મળી શકે છે, અને તેઓ સોમવારે રક્ષાબંધનના દિવસે ઘરે પરત ફરી શકે છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરી આપી જાણકારી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ હોસ્પિટલમાંથી જ મંત્રાલયનું કામ કરી રહ્યા છ. આ દરમિયાન કોરોનાની સમીક્ષાને લઈને અન્ય વિભાગોના અધિકારીઓ અને મંત્રીઓ સાથે વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી જોડાયા હતા. રવિવારે સવારે તેમનું સેમ્પલ આરટી-પીસીઆર લેવામાં આવ્યુ છે.

 

Live Scores Powered by Cn24news