Friday, September 17, 2021
Homeસીએમ રૂપાણીનો કાફલો ઉઝબેકિસ્તાન ૫હોંચ્યો
Array

સીએમ રૂપાણીનો કાફલો ઉઝબેકિસ્તાન ૫હોંચ્યો

ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનો કાફલો ઉઝેબેકિસ્તનના પ્રવાસે પહોચ્યા છે.સીએમ રૂપાણીની સાથે ૪૦ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ જોડાયું છે.


આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ૧૯મીથી ર૩મી ઓકટોબર સુધી આ પ્રતિનિધિ મંડળ ઉઝૈબેકિસ્તાનમાં જ રહેશે. પ્રતિનિધી મંડળમાં પ્રમુખ ઉદ્યોગપતિઓ અને ખેડુતોનો પણ સમાવેશ થવા પામ્યો છે. મુખ્યપ્રધાન સહિતનાઓના હસ્તે ઉઝેબેકીસ્તાનમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી શ્રીને ઉઝબેકિસ્તાનમાં પ્રથમ વાર યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ફોરમ અંતર્ગત ‘ઓપન એન્ડિજાન’ના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેવા ઉઝબેકિસ્તાને આપેલા નિમંત્રણનો સ્વીકાર કરી તેઓ આ ફોરમમાં સહભાગી થવાના છે. વિજયભાઇ રૂપાણી તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તેમજ એન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજશે.તેઓ આ પ્રવાસ દરમિયાન એન્ડિજાન સમરકંદ, બુખારા અને તાશ્કંદમાં યોજાનારા બિઝનેસ ફોરમમાં પણ ગુજરાત ડેલિગેશન સાથે સહભાગી થવાના છે.મુખ્યમંત્રીશ્રી સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, હોસ્પીટાલીટી, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થ કેર, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ, ડેરી, ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ જોડાવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments