ગુજરાતીઓને સાંસ્કૃતિક રીતે પછાત કહેનારા ગુહાને CM રૂપાણીએ કહ્યું, ‘પહેલા બ્રિટિશરોએ ભાગલા પાડ્યા હવે આવા ભદ્ર લોકો’

0
7

અમદાવાદ. જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ આજે  ફિલિપ સ્પ્રાટના 1939ના લેખનમાંથી અવતરણ ટાંકી ટ્વીટ કર્યું કે,‘ગુજરાત આર્થિક રીતે અગ્રેસર હોવા છતાં, સાંસ્કૃતિક રીતે પછાત પ્રાંત છે. તેનાથી વિરૂધ્ધ બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે અગ્રેસર છે’. આ ટ્વીટ બાદ ગુજરાતના સીએમએ ગુહાને ટ્વીટ દ્વારા જ સણસણતો જવાબ આપતા લખ્યું કે , અગાઉ બ્રિટિશરો હતા કે જેમણે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવી હતી. હવે આવા કહેવાતા ભદ્ર લોકો છે કે, જે ભારતીયોમાં ભાગલા પાડવા મથે છે. નોંધનીય છેકે, થોડા સમય પહેલા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ફિલીપ સ્પ્રાટના લેખનને ટાંકી ટ્વીટ કરી હતી કે,

ગુહાએ ફિલિપ સ્પ્રાટના 1939ના લેખનમાંથી આ અવતરણ ટાંક્યું હતું, સ્પ્રાટ બ્રિટિશ લેખક અને બુધ્ધિજીવી હતો. સ્પ્રાટ પોતાની સામ્યવાદી વિચારધારા માટે જાણીતો છે.જેમાં તેઓએ ગુજરાતીઓને સાંસ્કૃતિક રીતે પછાત ગણાવ્યાં હતા. બીજીતરફ ગુહાના આ ટ્વિટ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી કહ્યુ કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે પણ ભારતીયો એક છે. ભારતીયો આ ષડયંત્રોનો શિકાર નહીં બને. ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે, ભારત સંયુક્ત છે. આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ ઉંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here