CM રૂપાણીની જાહેરાત : સોમવારથી મંદિરો ખૂલશે, પરંતુ બે મહિના ઉત્સવો નહિ ઉજવાય

0
12

CM રુપાણીએ મંદિર, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો 8 જૂનથી ખોલવાના આદેશ આપ્યા : જૂન – જુલાઈ માસમાં કોઈ ઉત્સવને પરવાનગી નહી અપાય

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં મંદિર, મસ્જિદ, દેરાસર સહિતના ધર્મ સ્થાનો સરકારની ગાઈડલાઇન મુજબ કેટલાક નિયમોને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. CM રુપાણીએ મંદિર, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો 8 જૂનથી ખોલવાના આદેશ આપ્યા છે.

  • જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી નહી અપાય
  • મોટા ધર્મસ્થાનોમાં દર્શનાર્થીઓને ટોકન આપવામાં આવશે
  • ચોક્કસ સમય આપી દર્શનની વ્યવસ્થા ગોઠવાય તો સંક્રમણ અટકશે

CM રુપાણીએ કહ્યું કે, મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહિ આવે. તેમણે એવું પણ પ્રેરક સૂચન કર્યું કે, મોટા મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડ ભાડ અટકાવી શકાશે.

આમ, મુખ્યમંત્રીના આદેશ બાદ સોમવારથી શરતોને આધીન મોલ મંદિર, મસ્જિદ, હોટલ અને રેસ્ટોરેન્ટ ખુલશે. જોકે ભાવિકોને પ્રસાદ નહીં મળે એટલુ જ નહીં શ્રદ્ધાળુઓ ભગવાનને સ્પર્શ કરી નહીં શકે અને ચરણામૃત પણ નહીં લઈ શકે. પૂજા કરતી વેળાએ 6 ફૂટનું અંતર રાખવું પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવું પડશે.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તેમજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, ગૃહારાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here