Saturday, September 25, 2021
HomeCMIEનો રિપોર્ટ : દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર વધ્યો, ગ્રામીણ...
Array

CMIEનો રિપોર્ટ : દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર વધ્યો, ગ્રામીણ વિસ્તારમાં 6.75%

દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર વધ્યો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના રિપોર્ટમાં આ માહિતી મળી છે. સીએમઆઈઈના મતે, 25 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં દેશના ગ્રામીણ વિસ્તારમાં બેકારી દર વધીને 6.75% થઈ ગયો હતો.

તેના એક સપ્તાહ પહેલા ગ્રામીણ વિસ્તારોમાં બેકારી દર 5.1% હતો. એવી જ રીતે, શહેરી વિસ્તારોમાં પણ બેકારી દર વધ્યો છે, પરંતુ તે ગ્રામીણ વિસ્તારોની તુલનામાં તેનો વૃદ્ધિદર ઓછો છે. આ ગાળામાં શહેરોમાં બેકારી દર 8.01% રહ્યો, જે 25 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના એક સપ્તાહ પહેલા 7.94% હતો.

સીએમઆઈઈના આંકડા પ્રમાણે, 25 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહે દેશનો કુલ સરેરાશ બેકારી દર 7.14% હતો. તેના એક સપ્તાહ પહેલા આ દર 5.98% હતો.

શહેરી વિસ્તારોમાં બેકારી દર જુલાઈની શરૂઆતથી જ 9%થી ઓછો છે. આ દરમિયાન દેશભરમાં આ આંકડો 8%થી ઓછો રહ્યો છે. કોરોનાની બીજી લહેરની રોજગારી પર ખરાબ અસર પડી છે. વિવિધ રાજ્યોમાં લૉકડાઉનના કારણે આર્થિક ગતિવિધિ ઠપ થઈ ગઈ હતી. તેની સૌથી વધુ અસર અસંગઠિત ક્ષેત્રો પર પડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments