Thursday, September 23, 2021
HomeCN24NEWS ઈમ્પૅક્ટ : ગાંધીધામ ખાતે ઓઇલ અને કેમીકલ ચોરી નો પર્દાફાશ
Array

CN24NEWS ઈમ્પૅક્ટ : ગાંધીધામ ખાતે ઓઇલ અને કેમીકલ ચોરી નો પર્દાફાશ

PAWAN MAKAN (M.D. CN24NEWS)

ગાંધીધામ : છેલ્લા ગણા સમયથી વારસાળા ચાર રસ્તા નજીક આશાપુરા હોટેલ ની પાછળ ખુલ્લી જગ્યામાં પામોલીન ઓઇલ લઇ જતા ટેન્કરોમાંથી ઓઇલ અને કેમીકલ ચોરી નું મોટું રેકેટ ચાલતું આવે છે. CN24NEWS ને આ બાબત ની માહિતી મલતા બધી રીતે તપાસ કરી અને બધી માહિતી એકત્રિત કરી ઉપલા અધિકારીઓ SP સાહેબ, Reng I.G. સાહેબ, LCB PI સાહેબ ને જાણ કરવા છતાં તેઓએ કોઈ પણ જાતના પગલાં લીધેલ નથી.

 

ત્યાર બાદ આજ રોજ ગાંધીધામ પોલીસ સ્ટેશન ના CID સેલ ને જાણ કરી તેમની ટિમ દ્વારા આ રેકેટ નો પર્દાફાશ કરવામાં આવેલ છે.

 

 

પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઇમ ગુજરાત રાજ્ય ના શ્રી આશિષ ભાટિયા નાઓએ સી.આઈ.સેલના અધિકારી ઓને આ રેકેટ ને પકડવા સૂચના આપવામાં આવેલ. આ સૂચના અનુસાર સી.આઈ.ડી. ક્રાઇમ અજયકુમાર તોમર અને નાયબ પોલીસ અધિકારી સી.આઈ.સેલ. એસ.એસ. રઘુવંશી તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ એ સાથે રહી ને CN24NEWS દ્વારા બતાવામાં આવેલ જગ્યા કચ્છ ગાંધીધામ ખાતે વરસણાં ચાર રસ્તા નજીક આવેલ આશાપુરા હોટેલ ની પાછળ ખુલ્લી જગ્યા માં પામોલીન ઓઇલ લઇ જતા ટેન્કરોમાંથી કાઢી ઓઇલ અને કેમીકલ ચોરી કરતી જગ્યા પર જઈ લાઈવ ચાલતી ઓઇલ અને કેમીકલ ચોરી નું રેકેટ ઝડપી પાડવામાં આવેલ છે. ઓઇલ ચોરી ના સ્થળ પર રેડ કરી પોલીસે 13 આરોપી ને પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત 6 ટેન્કરો , ચોરી માં વપરાતા સાધનો , 8.47 લાખ રોકડા , મોબાઈલ ફોન વિગેરે મેળવી ને ટોટલ 2 કરોડ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ આખા રેકેટ ને ચલાવનાર ભરત કરશનભાઈ આહીર, ઈલિયાસ  અને જયેશ આહીર નામના 3 શખ્સો ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. અને પોલીસ ગુનો નોંધી આગળ ની તાપસ ચાલુ કરેલ છે.

PAWAN MAKAN (M.D. CN24NEWS)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments