Sunday, March 23, 2025
HomeNATIONALNATIONAL : ગુજરાતના પાડોશી રાજ્યમાં CNG-PNG સસ્તું થશે; 4 લાખ સરકારી નોકરીનો...

NATIONAL : ગુજરાતના પાડોશી રાજ્યમાં CNG-PNG સસ્તું થશે; 4 લાખ સરકારી નોકરીનો વાયદો

- Advertisement -

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના ભજનલાલ સરકારે પોતાના પ્રથમ પૂર્ણ બજેટમાં આમ આદમીને રાહત આપતા CNG અને PNGને સસ્તુ કર્યું છે. નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી દીયા કુમારીએ પોતાના બજેટ ભાષણમાં CNG અને PNG પર વેટને 14.5થી ઘટાડીને 10 ટકા કરવાની જાહેરાત કરી છે.

 

આ સાથે જ નાણા મંત્રી દીયા કુમારીએ જયપુરમાં મેટ્રોની ઝડપ વધારવાની જાહેરાત કરી છે. દીયા કુમારીએ જયપુરમાં મેટ્રો ટ્રેનના વિસ્તાર વધારવાનો વાયદો કર્યો છે. JMRCનું કેન્દ્ર સરકાર સાથે જોઇન્ચ વેન્ચર હશે. આ વિસ્તારથી જયપુરમાં ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા મળશે.

દીયા કુમારીએ આ સાથે જ રોડ અકસ્માતમાં થતા મોતમાં ઘટાડો લાવવાના ઉદ્દેશ્યથી રાજ્યમાં છ નવા ટ્રોમા સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે. રાહતની વાત આ છે કે તેમાં બે ટ્રોમા સેન્ટર દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર આવતા બાંદીકુઇ અને દૌસામાં ખોલવામાં આવશે. દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર છેલ્લા કેટલાક દિવસમાં દૂર્ઘટનાનો વધારો થયો છે. રોડ અકસ્માતમાં ઘાયલ થતા લોકોને બચાવવાની દિશામાં આ બજેટમાં પગલુ ભરવામાં આવ્યું છે.

ભજનલાલ સરકારે આ બજેટમાં યુવાઓની આશાને પાંખ આપતા પાંચ વર્ષમાં ચાર લાખ ભરતીની જાહેરાત કરી છે. નાણા મંત્રીએ બજેટમાં દાવો કર્યો કે એક લાખ નોકરીઓ તો પ્રથમ વર્ષમાં જ યુવાઓને આપવામાં આવશે. ભાજપ યુવાઓને રોજગાર આપવાના નામ પર જ સત્તામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં આ મોટો મુદ્દો હતો. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં તેને લઇને કેટલાક વાયદા પણ કર્યા હતા. યુવાઓને લઇને યુવા નીતિની જાહેરાતે પણ યુવા વર્ગને ખુશ કરી દીધા છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular