સાથ-સહકાર : માછીમાર સમાજની મહિલાઓએ રેસ્ટોરાં શરૂ કરી દિલ્હી સુધી નામના મેળવી

0
3

મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતા ગીર સોમનાથનું વેરાવળ બંદર દેશને હજારો કરોડનું આર્થિક હૂંડિયામણ રળી આપે છે. અને આજ બંદર પર દરિયા કિનારે મોટા પ્રમાણમાં માછીમાર સમુદાય રહે છે. જેમની રોજગારી એટલે માછીમારી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવવું. જોકે માછીમારીની સિઝન ચાલુ હોય એટલે માછીમાર ભાઈઓ મધદરિયે માછીમારી કરવા નીકળી જાય. અને મહિલાઓ પર ઘરની જવાબદારી આવે છે. જ્યારે આજ મહિલાઓ વેરાવળ ખાતે આવેલ કેન્દ્રીય મત્સ્ય અનુસંધાન કેન્દ્ર વેરાવળમાં તાલીમ લઈને આજે 23 જેટલી મહિલાઓએ પોતાની રેસ્ટોરન્ટ ચાલુ કરી પગભર બની છે.

માછલીમાંથી મોંઘા પરફ્યુમ બને છે
Cift દ્વારા દેશના સાગર ખેડુતોની આવકને બમણી કરવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. માછલી નામ લેતા જ દુર્ગંધજન્ય વસ્તુ એવી સામાન્ય માન્યતાથી વિપરીત ઘણાને એ વાત નો ખ્યાલ નહી હોય કે સ્પર્મ વ્હેલ માછલીની ઊલટીથી પ્રાપ્ત અમ્બરગ્રીસ મોંઘા પરફ્યુમ બનાવવામાં લેવાય છે. 50-60 ટકા માછલીઓનો ખોરાક રૂપે ઉપયોગ થાય છે, જયારે બાકી બિનઉપયોગી નકામો જાય છે.

ફિશમાંથી અલગ-અલગ વાનગીઓ બનાવે છે
cift, વેરાવળના જણાવ્યા મુજબ માછીમાર સમુદાયની 400 જેટલી બહેનો ciftના સેમિનારમાં જોડાય અને અલગ અલગ ફિશમાંથી કઈ રીતે અવનવી વાનગી બનાવી રોજગારી મેળવી પોતાના પરિવાર ને મદદ રૂપ થઈ શકાય તેના માટે તાલીમ અપાય હતી. અને જેના ભાગ રૂપે આ તાલીમ બાદ પ્રથમ સ્ટોલ જૂનાગઢના ચોરવાડ ખાતે બનાવ્યો છે. જ્યાં 23 બહેનો ફિશમાંથી અલગ અલગ વાનગી બનાવી પિરસે છે. આજે વેરાવળમાં પોતાની રેસ્ટોરન્ટ ઊભો કરી આજે આ મહિલાઓ મહિનાના 4 હજારથી વધુ રૂપિયા કમાય છે. તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રકારની વાનગીઓ નવી દિલ્હીમાં પણ વખણાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here