કોલ ઇન્ડિયાની નફો કરતી પેટાકંપનીઓનું સરકાર કરાવશે લિસ્ટિંગ

0
0

મુંબઈ : સરકાર મુડી એક્ત્ર કરવા માટે સરકારી કંપની કોલ ઈન્ડિયાની નફો કરતી પેટા કંપનીઓની લિસ્ટેડ કરવાની યોજના બનાવી રહી છે. સુત્રોના અનુસાર, ડિપાર્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટ કોલ ઈન્ડિયાની નફો કરતી પેટાકંપનીઓને શેરબજારમાં લિસ્ટેડ કરવા માટે તપાસ કરી રહી છે. આ અંગે ચર્ચા હાલ પ્રાથમિક તબક્કે ચાલી રહી છે. કોલ ઈન્ડિયાએ આ અંગે કરવામાં આવેલા પ્રશ્ન અંગે કોઈપણ ટીપ્પણી કરી નથી.

નીતિ આયોગે અગાઉ કોલ ઈન્ડિયાની પેટાકંપનીઓને અલગ એકમ બનાવવાની સુચના આપી હતી જેથી દરેક કંપની પોતાની વ્યુહરચના બનાવી આગળ વધી શકે છે. અત્યાર કોલ ઈન્ડિયાની સાત પેટાકંપની છે જેમાં ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ, ભારત કોકિંગ કોલ, સેન્ટ્રલ કોલફિલ્ડ્સ, વેસ્ટર્ન કોલફિલ્ડ્સ, સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ, નોદર્ન કોલફિલ્ડ્સ અને મહાનંદી કોલફિલ્ડનો સમાવેશ થાય છે.

હાલ કોલ ઈન્ડિયા અને કોલ મંત્રાલય આ અંગે અભ્યાસ કરી રહી છે તેથી આ બાબતે કોઈપણ સ્પષ્ટતાથી કહી શકે તેમ નથી. કોલ ઈન્ડિયાના ચાર પ્રોડક્શન યુનિટ છે જેમાં મહાનંદી કોલફિલ્ડ, સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ, નોર્થન કોલફિલ્ડ અને સેન્ટ્રલ કોલફિલ્ડનો સમાવેશ થાય છે. કોલ ઈન્ડિયાનો પાંચમો યુનિટ સેન્ટ્રલ માઈનિંગ પ્લાનિંગ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટિટયુટનો માનવામાં આવે છે. આ પેટાકંપની એન્જિનિયરિંગ સર્વિસ અને કન્સલ્ટન્સીની સેવા આપવાનું કાર્ય કરે છે.

અગાઉ ર૦૧૭માં નીતિ આયોગે આ દરખાસ્ત કરી હતી ત્યારે કોલ મંત્રી પિયુષ ગોયલે આ વિચારને બરતરફ કરી જણાવ્યુ હતુ કે, કોલ ઈન્ડિયાની કંપનીઓ એકબીજા સાથે સ્પર્ધા કરશે તો કોલ ઈન્ડિયાને નુકસાન થશે અને આ યોજના સરકારી નીતિને પ્રતિબિંબિત કરતી નથી. ઉલ્લેખનીય છે કે, ર૦૧૭-૧૮માં કોલ ઈન્ડિયાએ ૬૦૭૦ લાખ ટન કોલસાનું ઉત્પાદન કર્યુ હતુ. કોલસાની આયાતમાં વધારો થતા કોલ ઈન્ડિયાએ લક્ષ્‍યાંક કરતા રર ટકા ઓછુ ઉત્પાદન કર્યુ છે. અત્યારે આ અહેવાલ લખાય છે ત્યારે બીએસઈ ખાતે કોલ ઈન્ડિયાનો શેર ત્રણ ટકાના ઘટાડામાં રૃ.રર૩.ર૦ બંધ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here