કોરોના અમદાવાદ : કોટ વિસ્તાર આજથી કર્ફ્યુ મુક્ત, લોકડાઉન છતાં લોકોની ભીડ જામી, દૂધ-કરિયાણું લેવાના બહાને બહાર નીકળ્યાં

0
10

અમદાવાદ. કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં 1652 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 69 દર્દીના મોત થઈ ગયા છે. જ્યારે 113 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. આ પહેલા કોટ વિસ્તારમાં કેસો વધતા કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. કોટ વિસ્તારમાંથી આજે કરફ્યુ ઉઠાવી લેવાયો છે, પરંતુ લોકડાઉન છે છતાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજ સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી હતી. લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવતું હતું છતાં લોકો પાલન કરતા ન હતા.

માત્ર દિલ્હી દરવાજા જ નહીં કોટ અન્ય વિસ્તારોમાં પણ લોકો સવારથી જ બહાર નીકળી પડ્યા હતા. દૂધ, કરીયાણું લેવા માટે નીકળ્યા હોવાના બહાના કર્યા હતા. મોટાભાગના લોકોને કોરોનાનો ડર જ ન હોય તેમ ફરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here