બુલેટમાં કોબ્રા : વડોદરામાં રસ્તા પર જઇ રહેલા બુલેટના સ્ટેરીંગ પર કોબ્રા આવી જતા યુવાન ચોંકી ઉઠ્યો

0
0

ચોમાસાનો પ્રારંભ થતાં જ સાપ અને મગર જેવા જીવો શહેર વિસ્તારમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર બુલેટ લઇને જઇ રહેલા યુવકની સામે સ્ટેરીંગ પર ઝેરી કોબ્રા સાપ આવી જતાં ચોંકી ઉઠ્યો હતો. જોકે, યુવાને અચાનક આવેલા સાપને હાથ મારી નીચે બેસાડી દીધો હતો. દરમિયાન વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના કાર્યકરોએ કોબ્રાને ભારે જહેમત બાદ સલામત રીતે રેસ્ક્યૂ કર્યો હતો.

બુલેટમાં સાપને જોતા જ યુવાન ગભરાઇ ગયો
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કારણે ચોમાસા દરમિયાન મગર અને સાપ સહિતના વન્યજીવો નદી કિનારાના વિસ્તારોમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. ક્યારેક આ જીવો લોકો માટે જોખમરૂપ સાબિત થાય છે. કેટલીક વખત ટુ-વ્હીલરમાં ભરાયેલા સાપ પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યાના કિસ્સા શહેરમાં બની ચૂક્યા છે. હાલ ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે તરસાલી વિસ્તારમાં રહેતો સંદિપ ચૌહાણ નામનો યુવક મંગળવારે મોડી રાત્રે 11 કલાકે પોતાના બુલેટ પર અટોકા દાંડિયાબજાર બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો. યુવક ચાર રસ્તા પહોંચતા તેના સ્ટેરીંગ પર સાપ દેખાતા આશ્ચર્યમાં મૂકાઇ ગયો હતો. એક તબક્કે તે સાપ જોઇ ગભરાઈ ગયો હતો.

હિંમત બતાવીને સાપને હાથ મારીને નીચે બેસાડી દીધો
જોકે, બુલેટ ચાલુ હોવાને કારણે સંદિપે હિંમત બતાવીને સાપને હાથ મારીને નીચે બેસાડી દીધો હતો. હાથ મારવાને કારણે સાપ પેટ્રોલની ટાંકીની નીચે જઇને ભરાઇ ગયો હતો. ત્યાર બાદ બુલેટને રોડની બાજુમાં મૂકીને ચાલક ઉતરી ગયો હતો. સ્થળ પર પોલીસ કર્મીઓ એકત્ર થયા હતા. બુલેટમાં ભરાઇ ગયેલા સાપને રેસ્ક્યૂ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, રેસ્કયૂ માટે અરૂણ સુર્યવંશી ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બુલેટમાં છુપાયેલા સાપને સાવચેતી પૂર્વક બહાર કાઢીને રેસ્ક્યૂ કર્યો હતો.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટે રેક્સ્યૂ ઓપરેશન શરૂ કર્યું
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટે રેક્સ્યૂ ઓપરેશન શરૂ કર્યું

કોબ્રા સાપ અત્યંત ઝેરી હોય છે
અરૂણે સુર્યવંશીએ જણાવ્યું હતું કે, આ સાપ કોબ્રા હતો. જે અત્યંત ઝેરી હોય છે. કોબ્રાએ બુલેટ ચાલક સંદિપને કોઇ નુકસાન ન કર્યું તે મોટી વાત છે.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના કાર્યકરોએ કોબ્રાને ભારે જહેમત બાદ સલામત રીતે રેસ્ક્યૂ કર્યો
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના કાર્યકરોએ કોબ્રાને ભારે જહેમત બાદ સલામત રીતે રેસ્ક્યૂ કર્યો

કોબ્રા કરડ્યા બાદ સમયસર સારવાર ન મળે તો મૃત્યુ થઇ શકે છે.
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, કોબ્રાને એ ઝેરી સાપ છે. આ સાપ કરડ્યા બાદ સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે. આ કોબ્રા સાપ બુટ, કુંડા અને વાહનોની આસપાસ સાપ જોવા મળતા હોય છે. વાહન કાઢતા પહેલા એક નજર કરી લેવી જોઇએ. જો ક્યારેય પણ સાપ સામે આવો તો તેને જાતે રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ કરવો નહીં. ઝેરી સાપના દંશથી મૃત્યુ પણ થઇ શકે છે.

કોબ્રાને એ ઝેરી સાપ છે. આ સાપ કરડ્યા બાદ સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે
કોબ્રાને એ ઝેરી સાપ છે. આ સાપ કરડ્યા બાદ સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ થઇ શકે છે
બુલેટમાં સાપને જોતા જ યુવાન ગભરાઇ ગયો
બુલેટમાં સાપને જોતા જ યુવાન ગભરાઇ ગયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here