ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી યથાવત, કાશ્મીર ખીણ અને લદ્દાખમાં તાપમાન શૂન્યથી નીચે

0
19

ઉત્તર ભારતમાં ઠંડીની ભારે અસર વર્તાઇ રહી છે. કાશ્મીર ખીણ અને લદ્દાખ શૂન્યની નીચેના તાપમનમાં થીજી ગયા છે, તો હિમાચલ પ્રદેશ અને યુપીમાં વરસાદને કારણ જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. રાજધાની દિલ્હીમાં શનિવાર રાત્રિથી જ ગાઢ ધુમ્મસ છવાઇ ગયું હતું, અને વિઝિબિલીટી ઘટીને માત્ર 50 મીટર થઇ ગઇ હતી. જેના કારણે અનેક ટ્રેનો બે થી પાંચ કલાક વિલંબથી ચાલી હતી.

રાજધાની દિલ્હીમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં શિમલામાં હળવી બરફવર્ષા થઇ છે જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મનાલી, ફુફરી અને ડેલહાઉસી જેવા પર્યટક સ્થળોમાં તાપમાનન શૂન્યથી નીચે જતુ રહ્યું છે.

માઇનસ ૧૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ગુલમર્ગ કાશ્મીરનું સૌથી ઠંડુ શહેર હતું. લદ્દાખના લેહમાં લઘુતમ તાપમાન માઇનસ ૧૩ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે દ્રાસ સેક્ટરમાં લઘુતમ તાપમાન માઇનસ ૨૪.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

પંજાબનું અમૃતસર ૩.૬ ડિગ્રી સેલ્સિયસ સાાૃથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. હરિયાણાના હિસારમાં ૪.૧, અંબાલામાં ૬.૯, કર્નાલમાં ૮.૬, નરનાલમાં ૬.૫, રોહતકમાં ૬.૮, ભિવાનીમાં ૬.૨, સિરસામાં ૪.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

રાજસ્થાનના ગંગાનગરમાં ૩.૭, ચુરુમાં ૩.૯, પિલાનીમાં ૫.૪, સિકારમાં ૬, બિકાનેરમાં ૬.૨ અને જયપુરમાં ૯.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here