સોમવાર સુધી ચાલુ ઠંડીનો ચમકારો; નલીયા 4.2, ભૂજ 8.6, રાજકોટમાં 9.9 ડીગ્રી

0
24

રાજકોટ તા.10
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી શરૂ થયેલા કાતીલ ઠંડીના દૌરમાં સામાન્ય વધઘટ સાથે હાડ ગાળતી ઠંડી ચાલુ રહી હતી. તો હજુ આગામી સપ્તાહ સુધી લોકોને ધ્રુજાવતી ઠંડી ચાલુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આજે પણ કચ્છના રણકાંઠાના ગામ નલીયા 4.2 ડીગ્રી સાથે રાજયભરમાં ઠંડુગાર બની રહ્યું હતું.

ગયા સપ્તાહથી જ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉતર ભારતમાં થઈ રહેલી ભારે બરફ વર્ષાની સાથે જ હાલમાં ચાલતા ઉતર કે ઉતર પૂર્વના પૂર્વના હિમાચ્છાદીત પવનની અસર હેઠળ છેલ્લા ત્રણ દિવસથી બોકાસો બોલાવતી ઠંડીનો કહેર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ફરીને શરૂ થયો છે. ગયા સપ્તાહના મધ્યાનથી ચાલુ સપ્તાહના પ્રારંભના દિવસો સુધી પશ્ચિમના ફેરફારની અસર હેઠલ લઘુતમ તાપમાન અને મહતમ તાપમાન ઉચકાતા મીશ્ર ઋતુનો દૌર રહ્યા બાદ ફરીને છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનું આક્રમણ ફરીને શરૂ થયુ છે. જેમાં ગઈકાલ કરતા આજે મોટાભાગના શહેરોમાં સામાન્ય વધારા ઘટાડા સાથે ઠંડીનું આક્રમણ ચાલુ થયું હતું. અનેક સ્થળે આજે પણ એક આંકડામાં રહેલ લઘુતમ તાપમાને હાજા ગગડાવતી ઠંડીથી સમગ્ર માનવજીવ ધ્રુજાતી હાલતમાં જોવા મળે છે. તો અતિ ફુંકાતી શીતલહેર પણ સામાન્ય માનવીને તીવ્ર ટાઢના અહેસાસ કરાવી રહી છે.

તીવ્ર ઠંડીની આહોશમાં સપડાયેલા લોકો દિવસ રાત ઘર કે ઘરની બહાર હુંફ મળે તેવા ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે. તેવામાં પશુ પક્ષક્ષ પ્રાણીઓની હાલત વધુ દયનીય બની છે. જો જીવદયા પ્રેમીમાં દ્વારા પશુઓને વારંવાર તાપણા કરી ગરમી આપવાની કોશીષ કરવામાં આવે છે. તો પાલતુ પશુઓને પણ હવે ખાસ કરીને શહેરોમા ગરમ વસ્ત્ર પહેરાવવાનો ક્રેસ શરૂ થયો છે.

એક બાજુ છેલ્લા ત્રણ દિવસથી ફરીને બોકાસો બોલાવતી ઠંડીનો દૌર શરૂ થયો છે. તો હજુ પણ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉતર ભારતમાં થઈ રહેલી ભારે બરફ વર્ષા સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં ફુકાતી ઉતર પૂર્વને ઉતર પૂર્વના હિમાચ્છીત તેજ પવનની અસર હેઠળ હજુ આગામી સપ્તાહમાં પણ ઠંડીનો કહેર ચાલુ રહેવાની આગાહી હવામાન વિભાગના સુત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

રાજકોટ
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી શરૂ થયેલા કાતીલ ઠંડીના દૌરમાં સામાન્ય વધઘટે તીવ્ર ઠંડીનું આક્રમણ ચાલુ રહેતા લોકો ટાઢની લપેટમાં ધ્રુજતા જોવા મળે છે. ગઈકાલે 9 ડીગ્રી સુધી લઘુતમ નોંધાયેલ તાપમાનમાં આજે 0.9 ડીગ્રી વધારો થવા સાથે 9.9 ડીગ્રીએ બોકાસે બોલાવતી ઠંડી ચાલુ રહી હતી તો દિવસ રાત સરેરાશ ફુંકાતી 6 કી.મી. પ્રતિકલાકની ઝડપની શીતલ લહેરની અસરમાં શહેરીજનો થરથર કાંપતા જોવા મળ્યા હતા. ગઈકાલે શહેરનું મહતમ તાપમાન 23.8 ડીગ્રી નોંધાયુ હતુ તો સવારે હવામં માત્ર 37 ટકા ભેજ નોંધાયો હતો.

કચ્છ
ઉતર ભારતમાં થઈ રહેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ કચ્છમાં ગાત્રો થીજાવી દેતી ઠંડી પડી રહી છે. નલીયામાં આજે રાત્રીનું લઘુતમ તાપમાન 3.3 ડીગ્રી સે. પર ઉતરવા સાથે તે ભારતનું આજે પાંચમુ સૌથી ઠંડુ મથક બનવા પામ્યુ છે. મળતી વિગતો પ્રમાણે આજે ગુરૂવારે અમૃતસર ખાતે 2.2 ડીગ્રી સે.જેટલુ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેથી ભારતનું સૌથી ઠંડુ મથક બનવા પામ્યું છે. જયારે પીલ્લાની ચુરુ અને હિસ્સાર અનુક્રમે બીજા ત્રીજા અને ચોથા સૌથી ઠંડા મથક બન્યા છે જયારે નલીયા પાંચમુ સૌથી ઠંડુ મથક બન્યું છે.

ડંખીલા ઠારની ધાર 24 કલાક દરમિયાન હજુ વધી તીવ્ર બની શકે છે. હવામાન વિભાગે કચ્છ ઉપરાંત બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી સહિતના મથકોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here