Monday, October 18, 2021
Homeલેહ-લદાખ-શ્રીનગરથી દિલ્હી સુધી ઠંડીનો કહેર: ઉતરપ્રદેશમાં એક જ રાતમાં 27ના મોત
Array

લેહ-લદાખ-શ્રીનગરથી દિલ્હી સુધી ઠંડીનો કહેર: ઉતરપ્રદેશમાં એક જ રાતમાં 27ના મોત

નવી દિલ્હી તા.25
દેશમાં નાતાલથી શરૂ થયેલા ઠંડીના નવા દૌરમાં ઉતરપ્રદેશમાં ભારે ઠંડીના કારણે એક જ દિવસમાં 28 લોકોના મોત થયા છે. સમગ્ર ઉતર ભારત ઠંડીની ચપેટમાં આવી ગયું છે અને મેદાની ક્ષેત્રોમાં તાપમાનનો પારો 1.7 ડીગ્રી સેલ્સીયસ જેટલો નીચો ઉતરી ગયો છે. પહાડી ક્ષેત્રોમાં છેલ્લા 40 દિવસથી હિમવર્ષાને કારણે ઠંડી વધી છે. હરિયાણા, દિલ્હી, ઉતરપ્રદેશ, પંજાબ તમામ ઠંડીની લપેટમાં છે.

હરિયાણાના નારનોલમાં તાપમાન 1.7 ડીગ્રી નોંધાયું હતું તો લદાખ અને દ્રાસમાં પારો માઈનસ 26.7 ડીગ્રી નીચો ઉતરી ગયો છે. દિલ્હીમાં ઠંડીએ 22 વર્ષનો રેકોર્ડ તોડયો છે અને 5.5 ડીગ્રી જેટલું નીચુ તાપમાન ચાલ્યુ ગયુ હતું તથા ભારે ધુમ્મસનું વાતાવરણ છવાઈ ગયું હતું. જેના કારણે અનેક ટ્રેનો મોડી પડી છે. શ્રીનગરમાં આ સીઝનની સૌથી ઠંડી રાત્રી નોંધાઈ છે. કાશ્મીરના ઉનાળુ પાટનગરમાં તાપમાનનો પારો માઈનસ 4 ડીગ્રી પહોંચી ગયો હતો.

ગુલબર્ગના સ્કી રિસોર્ટમાં તાપમાન શૂન્યથી નીચે 10.2 ડીગ્રી નોંધાયુ છે. જે આ મોસમનું સૌથી નીચુ તાપમાન છે. ઉતરપ્રદેશમાં ઠંડી અને ધુમ્મસના કારણે માનવજીવન પર મોટી અસર થઈ છે. ગુંદલખંડ અને મધ્ય ઉતરપ્રદેશમાં 17 લોકોના મોત થયા છે. જયારે કાનપુર અને આસપાસના વિસ્તારોમાં 10 લોકોના મોત થયા છે. ગુંદલખંડમાં તાપમાન 3 ડીગ્રી જેટલું નીચુ ચાલ્યુ ગયુ હતું. પ્રયાગરાજમાં પણ ભારે ઠંડી નોંધાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments