કાશ્મીર-હિમાચલ પ્રદેશની પહાડીઓમાં વરસાદ-બરફ વર્ષાથી શીત લહેર ફેલાઈ

0
19

નતાલી, તા. 29 :
હિમાચલ પ્રદેશ સહિત જમ્મુ-કાશ્મીરમાં પહાડીઓમાં ભારે બરફવર્ષાના કારણે સેંકડો માર્ગો બંધ થઇ જતા પરિવહન સેવા ઠપ્પ થઇ ગઇ હતી.

હિમાચલમાં ઓરેંંજ એલર્ટ વચ્ચે થયેલી હિમવર્ષાથી ત્રણ હાઈવે સહિત પ્રદેશભરની 120 સડકો, જ્યારે 200 નાના મોટા રુટો પર પરિવહન સેવા ઠપ્પ થઇ ગઇ હતી. કાર લપસી જવાથી બે લોકોના મોત થયાં હતાં.

ઉત્તરાખંડમાં ચાર ધામ સહિત ઉંચાઈવાળા વિસ્તારોમાં લગભગ દરેક વિસ્તારોમાં હિમવર્ષા થઇ હતી. તો જમ્મુ-કાશ્મીરના ઉપરી વિસ્તારોમાં જવાહર ટનલ પર બરફવર્ષાથી જમ્મુ-કાશ્મીર હાઈવે 6 કલાક બંધ રહ્યો હતો. બીજી બાજુ બરફવર્ષા અને વરસાદના કારણે કડકડતી ઠંડી વધી ગઇ હતી. હિમાચલમાં મનાલી, ડેલહાઉસીમાં ભારે બરફવર્ષા બાદ પૂરો પ્રદેશ કડકડતી ઠંડીની ઝપટમાં આવી ગયો છે.જ્યારે સીમલા પોલીસે કૂફટી-નારકંડામાં ફસાયેલા 250 પર્યટકોને બચાવ્યા હતાં. જમ્મુમાં શ્રીમાતા વૈષ્ણોદેવી ભવન, ભૈરો ઘાટી સહિત ત્રિકુટા પહાડીઓમાં પણ બરફવર્ષાને પગલે શિત લહેર ફેલાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here