સાબરકાંઠા જિલ્લાના કલેકટર સી.જે.પટેલ પ્રાંતિજ તાલુકાની મુલાકાતે.

0
0

સાબરકાંઠા જિલ્લાના જિલ્લા કલેકટર સી.જે.પટેલ દ્વારા પ્રાંતિજ સહિત મૌછા, અમલાની મુવાડી ગામની મુલાકાત લીધી હતી. ગામના લોકોને ધરોમાં રહેવા અપીલ કરવામાં આવી હતી. તથા જિલ્લા કલેકટર દ્વારા લોકોને ઉકાળો પીવા આગ્રહ કરવામાં આવ્યો હતો.

 

 

ત્રણેય જગ્યાએ કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવ્યો હતો.
લોકોને ધરોમાં રહેવા જિલ્લા કલેકટરએ અપીલ કરી.
લોકોને ઉકાળો પીવા આગ્રહ કરવામાં આવ્યો.
વારંવાર સાબુથી હાથ ધોવા જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના લોકોને અપીલ.
અધિકારીઓ સાથે વિશેષ ચર્ચાઓ કરી.
નાયબકલેકટર, મામલતદાર, આરોગ્ય અધીકારી, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંતિજ પી.આઇ ઉપસ્થિત.

 

 

હાલ કોરોનાની મહામારી ને લઇને દેશ સહિત વિદેશોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે ગુજરાત સહિત સાબરકાંઠામાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તો જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯૦ કેસો નોંધાયા છે. પ્રાંતિજ સહિત તાલુકામાં પણ અત્યાર સુધીમાં કોરોના ના ૨૪ કેસો નોધાયા છે. જેમાં અત્યાર સુધી કોરોનાના ૨૦ જેટલા પોઝિટિવ દર્દીઓના નેગેટિવ રીપોર્ટ આવી સાજા પણ થઈ ગયાં છે. તો કોરોના ને લઇને જિલ્લામાં ત્રણ મોત પણ નિપજયા છે. સાબરકાંઠા જિલ્લા કોરોનાનુ પ્રભુત્વ પ્રાંતિજ તાલુકામાં મુખ્યત્વે જોવા મળ્યુ છે. જેમાં મૌછા, અમલાની મુવાડી સહિત પ્રાંતિજ તપોધન ફડી ખાતે આવેલ પોઝિટિવ રીપોર્ટ મળી આવ્યો છે. સ્થાનિક તથા જિલ્લા તંત્ર દ્વારા આ ગામોમાં બીજા કેસમાં વધારો ના થાય તે માટે તાત્કાલિક ધોરણે કાર્યાવાહી હાથધરી હતી. કોરોના પોઝિટિવ ગામો સહિત પ્રાંતિજ તપોધન ફડીને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. તથા લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

 

આજે જિલ્લા કલેક્ટર સી.જે.પટેલે પ્રાંતિજ તાલુકાના મૌછા, અમલાની મુવાડી ગામો સહિત પ્રાંતિજ તપોધન ફડીની મુલાકાત લીધી હતી. લોકોને ધરોમાં રહેવાની અપીલ કરી હતી. વેપારીઓને ફરજીયાત માસ્ક પહેરવા તથા લોકોએ ચા ની જગ્યાએ સવારે હાલ ઉકાળો પીવો જેથી રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે. અને વારંવાર સાબુથી હાથ ધોવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવા ગામના લોકો સહિત જિલ્લાના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન પ્રાંતિજ- તલોદના નાયબ કલેક્ટર, પ્રાંતિજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ મામલતદાર, પ્રાંતિજ પી.આઇ પી.એસ.આઇ, નગરપાલિકા ચીફ ઓફિસર, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તો પ્રાંતિજ સહિત તાલુકાના લોકોની ચિંતા ની સાથે તેઓના સ્વાસ્થય અને સુખાકારી રહે તે માટે જિલ્લા કલેકટર સી.જે.પટેલ દ્વારા અધિકારીઓ સાથે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here