વલસાડ : મામલતદાર કચેરી મહત્વની કામગીરી સિવાઈ બંધ રાખવા કલેક્ટરનો આદેશ.

0
0
વલસાડ જિલ્લામાં તમામ મામલતદાર કચેરી મહત્વની કામગીરી સિવાઈ  બંધ રાખવા કલેક્ટરનો આદેશ , લોકોએ જાહેરાત વગર બંધ કરતા ભારે પરેશાની નો સામનો કર્યો.
મામલતદાર કચેરી તેમજ જનસેવા કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ રહેતું નહી હોવાથી નિર્ણય લેવાયો
વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં જિલ્લાના તમામ મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર ની કામગીરીમાં આરોગ્ય હેતુ  માટેની કામગીરી સિવાય તમામ કામગીરી માટે બંધ રાખવા આદેશ આપ્યો હતો. 31 જુલાઈ સુધી મામલતદાર કચેરીમાં મુલાકાતીઓનો પ્રવેશ પર પ્રતિબંધ રાખવા તાકીદ કરવામાં આવી છે .અત્યંત આવશ્યક ન હોય તેવા તમામ લોકોને મામલતદાર કચેરીમાં પ્રવેશ પર  પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મામલતદાર કચેરી તેમજ જનસેવા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટન્સ રહેતું નહિ હોવાથી કલેકટર એક પરિપત્ર બહાર પાડી જિલ્લાના તમામ છ મામલતદાર કચેરીમા આરોગ્ય હેતુ સિવાયની તમામ કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પરિપત્ર માં વાપીના નાયબ મામલતદારનું કોરોનાને કારણે મૃત્યુ થયાનું ઉલ્લેખ કરીને મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર પર સલામતી માટે આદેશ આપ્યો છે. આમ હવે આરોગ્ય હેતુ માટે મા અમૃતમ કાર્ડ હેતુથી આવકના દાખલા આપશો. તેમ ગંભીર બીમારીના કિસ્સામાં મામલતદાર જરૂરી ખાતરી કરીને દાખલા આપશો.નોનક્રિમીલેયરના પ્રમાણપત્રની મુદત 31,3,2021 સુધી માન્ય કરી હોવાથી શાળા-કોલેજો ચાલુ વર્ષે દાખલા નો આગ્રહ રાખવો નહીં.નવો રેશન કાર્ડ અંગેની બધી કામગીરી 31 જુલાઈ સુધી સ્થગિત કરી છે.આ ઉપરાંત પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં પ્રવેશ માટે ફરજિયાત થર્મલ સ્ક્રીનીંગ ની વ્યવસ્થા કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here