સુરત : માર્કેટના મજૂરોને પગાર અને જરૂરી વસ્તુઓ આપવા કલેક્ટરનો આદેશ

0
11

સુરતઃ કાપડના વેપારીઓના સંગઠન ફોસ્ટા સહિતના વિવિધ ઔદ્યોગિક સંગઠનો સાથે કલેક્ટરે સોમવારે મીટીંગ કરી છે. જેમાં કલેક્ટરે કાપડની દુકાનોમાં કામ કરતા કર્મચારી તથા મજુરોના પગાર તથા ટેમ્પો ચાલકોના પેમેન્ટ કરવા તેમજ ગરીબ મજુરોના અનાજ-કરીયાણા, શાકભાજી-દૂધનો જથ્થો મળી રહે તેની વ્યવસ્થા કરવા સૂચના આપી છે.

3.50 લાખ કારીગરોનો પગાર કરવાની સૂચના

ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ અને સચિન નોટીફાઈડ ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું કે, કલેકટર સાથેની મળેલી મીટીંગમાં તેમના દ્વારા કારીગરોને પગાર અને અનાજની ઉદ્યોગકારો પૂરતી સગવડ કરે તે માટે સૂચન કરાયું છે. જેમાં કેટલાક કર્ફયુ પાસ પણ આપ્યા છે.લોકોનો જમાવડો કર્યા વગર સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કારીગરોને પગારની વ્યવસ્થા કરવા અમુક દિવસો આપ્યા છે. સચિન જીઆઈડીસીમાં 2250 એકમો સાથે સંકળાયેલા 3.50 લાખ કારીગરોને તા.31 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં પગાર કરી આપવા સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી દ્વારા મેસેજ ફરતાં કરાયા છે. જ્યારે માર્કેટના જે વેપારીએ પગાર કરવાનો બાકી હોઈ તેઓ ફોસ્ટાનો સંપર્ક કરી શકે છે.

ઉદ્યોગકારોએ ઘરે જઈ અનાજ પહોંચાડ્યું

સચીન જીઆઈડીસીમાં ઉદ્યોગકારોની ફેક્ટરીના પ્લોટમાં જ રૂમ બનાવીને રહેતા કારીગરો લોકડાઉનના લીધે ફસાઈ ગયા હતા. દુકાનો બંધ થઈ ગઈ હોય અનાજ-કરીયાણું અને શાકભાજી ખરીદી શકતા નહોતા. અનેક કારીગરો પાસે રૂપિયા પણ નહીં હોય તેઓ માલિકોને ફોન કરી રહ્યાં હતાં. ત્યારે સચિન જીઆઈડીસીના કેટલાંક આગેવાનોએ કારીગરોને કીટ પહોંચાડવાનું અભિયાન ઉપાડ્યું છે.

કારીગરોને પગાર પૂરો પાડવા કલેકટરને રજૂઆત

હીરાના નાના કારખાનેદારો રત્નકલાકારનો પગાર કરી શકે તે માટે રત્નકલાકાર સંઘ દ્વારા કલેક્ટરને ઈ-મેઈલ કરી કેટલાંક પાસ ઈશ્યુ કરવા માંગણી કરવામાં આવી છે.

વેડરોડ વીવર્સ એસીએમ-પીએમમાં ફંડ આપ્યું 

વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો.ઓપરેટીવ ફેડરેશન દ્વારા 1.10 લાખ પૈકી 51000 એસએમસી જ્યારે 25-25 હજાર સીએમ અને પીએમ ફંડમાં કોરોના રિલીફ માટે આપવામાં આવશે.

લોકો ભુખ્યા ન રહે અને મજૂરો હિજરત ન કરે તે માટે હજીરા વિસ્તારના સરપંચ મેદાનમાં

લોક ડાઉનના કપરા સમયમાં મજૂરો હિજરત ન કરે  અને તેમને બે ટંકનું ભોજન મળી રહે તે માટે હજીરા પંથકના ગામના સરપંચો મેદાનમાં આવ્યા છે અને તેમને બે ટંકનું ભોજન આપી રહ્યા છે. દરરોજ સેકડો લોકોને બે ટાઇમનું ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ખાસ કવાસ, હજીરા મોરા, ભાઠા ભાટપોર સુધીમાં કીટ વહેચવામાં આવી છે. જ્યારે કવાસ ગામના સરપંચ હર્ષદ પટેલની આગેવાનીમાં ગામમાં રસોડું શરૂ કરવામાં જેમાં રસોઇ બનવવામાં આવે છે અંદાજે 1000થી વધુ ગરીબો લોકોને ભોજન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનિય છેકે, હજીરો ટ્રક વેલફેર એસો. તેમજ ઉદ્યોગોએ પણ આ કાર્યમાં સહકારી આપીને ગરીબો માટે કીટ વિતરણ કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here