જમ્મુ-કાશ્મીર : કુલગામમાં અથડામણ, એક આતંકી ઠાર-બે જવાન ઘાયલ

0
0

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં સાનાના બે જવાન પણ ઘાયલ થયા છે.

મળતી વિગત મુજબ, સેનાને દક્ષિણ કાશ્મીરના કુલગામમાં અર્રાહ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ સમગ્ર વિસ્તારને કોર્ડના કરી સર્ચઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન બન્ને તરફથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક આતંકવાદીને ઠાર કરી દેવાયો હતો. જો કે સામ-સામે ગોળીબારમાં સેનાના બે જવાનો ઇજાગ્રસ્ત થયા હતા.

હજુ પણ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકાને લઇ સેનાનું સર્ચ ઓપરેશન યથાવત્ છે.

તો આ તરફ રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળોએ થાનામંડી વિસ્તારમાં આતંકી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. સુરક્ષાદળોના સર્ચ અભિયાન દરમિયાન આંતકી ઠેકાણામાંથી મોટી માત્રામાં હથિયાર અને દારૂ-ગોળા મળી આવ્યા હતા.

થોડા દિવસ પહેલા જમ્મૂ-કાશ્મીર પોલીસે ડોડા જિલ્લાના આતંકીઓથી સંપૂર્ણ મુક્ત કર્યો હતો. જાન્યુઆરીથી જૂન સુધી, આ વર્ષની શરૂઆતથી છ મહિનામાં 118 આતંકીઓ માર્યા ગયા છે. જૂન મહિનામાં જ સેનાએ 38 આતંકીઓને મોતની ઘાટ ઉતાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here