Tuesday, December 7, 2021
Homeકોરોના વર્લ્ડ : કોલંબિયામાં એક દિવસમાં સૌથી વધુ 171 લોકોના મોત, અમેરિકામાં...
Array

કોરોના વર્લ્ડ : કોલંબિયામાં એક દિવસમાં સૌથી વધુ 171 લોકોના મોત, અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડ 55 હજાર કેસ, વિશ્વમાં અત્યારસુધી 5.24 લાખ મોત

વોશિન્ગટન. વિશ્વભરમાં કોરોનાવાયરના લીધે અત્યારસુધી 1 કરોડ 9 લાખ 84 હજાર 735 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાં 61 લાખ 40 હજાર 649 દર્દી સ્વસ્થ થયા છે. 5 લાખ 24 હજાર 036 લોકોના મોત થયા છે. કોલંબિયામાં એક જ દિવસમાં 171 લોકોના મોત થયા હતા. મહામારીની શરૂઆત બાદ આ સૌથી મોટો આંકડો છે. અમેરિકામાં 24 કલાકમાં 55 હજાર કેસ નોંધાયા હતા. અત્યાર સુધીનો એક દિવસનો આ સૌથી મોટો આંકડો છે.

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ કેટલા સંક્રમિત કેટલા મોત કેટલા સ્વસ્થ થયા
અમેરિકા 28,37,189 1,31,485 11,91,091
બ્રાઝીલ 15,01,353 61,990 9,16,147
રશિયા 6,61,165 9,683 428,978
ભારત 6,27,168 18,225 3,79,902
સ્પેન 2,97,183 28,368 ઉપલબ્ધ નથી
પેરૂ 2,92,004 10,045 1,82,097
ચિલી 2,84,541 5,920 2,49,247
બ્રિટન 2,83,757 43,995 ઉપલબ્ધ નથી
ઈટલી 2,40,961 34,818 1,91,083
મેક્સિકો 2,38,511 29,189 1,42,593

* આંકડાનો સોર્સ- https://www.worldometers.info/coronavirus/

ફ્લોરિડામાં 11 વર્ષના બાળકનું મોત

ફ્લોરિડાના મિયામી-ડાડે કાઉન્ટીમાં એક 11 વર્ષના બાળકનું કોરોનાવાયરસના લીધે મૃત્યુ થયું હતું. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કોરોનાથી મરનાર તે સૌથી નાની ઉંમરનો કેસ છે. આ પહેલા 16 વર્ષની છોકરી અને 17 વર્ષના યુવકના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 69 હજાર 106 થઇ ગઇ છે.

ચીન: 5 નવા કેસ નોંધાયા

ચીનમાં ગુરૂવારે 5 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી ત્રણ કેસ વિદેશી નાગરિકોના છે જ્યારે બે સ્થાનિક છે. હજુ સુધી એક પણ મૃત્યુ થયું નથી. નેશનલ હેલ્થ કમિશન અનુસાર ચાર દર્દી એવા સામે આવ્યા છે જેમાં કોઇ લક્ષણ નથી. ચીનમાં અત્યાર સુધી 83542 કેસ નોંધાયા છે જ્યારે 4634 લોકોના મોત થયા છે.

બ્રાઝીલ: 24 કલાકમાં 48 હજારથી વધુ કેસ

બ્રાઝીલમાં અત્યારસુધી 15 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. અહીં 24 કલાકમાં 48 હજાર 105 નવા કેસ નોંધાયા છે અને 1252 લોકોના મોત થયા છે. દેશમાં મોતનો કુલ આંકડો 61 હજાર 990 થઇ ગયો છે. સંક્રમણ અને મોતના મામલે અમેરિકા બાદ બ્રાઝીલ વિશ્વનો બીજો સૌથી સંક્રમિત દેશ છે.

ઉત્તર કોરિયા: એક પણ કેસ નહીં

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કહ્યું કે કોરોના સામે લડવામાં અમે સફળ રહ્યા છીએ. અમે દેશમાં વાયરસને ફેલાતો અટકાવ્યો છે. અહીં 6 મહિના પહેલા જ આંતરરાષ્ટ્રીય બોર્ડર સીલ કરી દેવામા આવી હતી. હજારો લોકોને આઇસોલેશનમાં મોકલી દેવામા આવ્યા હતા. દેશના મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. સત્તાપક્ષની મીટિંગમાં કિમે કહ્યું કે વિશ્વભરમાં સ્વાસ્થ્ય સંકટ હોવા છતાય આપણે દેશની પરિસ્થિતિ સ્થિર રાખી છે.

પેરૂ: 10 હજારથી વધુ મોત

પેરૂમાં મોતનો આકંડો 10 હજાર 45 પાર કરી ગયો છે. અહીં અત્યારસુધી 2.92 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 1.82 લાખ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 17 લાખ લોકોના ટેસ્ટ થઇ ચૂક્યા છે.

મેક્સિકો: એક દિવસમાં 679 મોત

મેક્સિકોમાં 24 કલાકમાં 679 લોકોના મોત થયા હતા અને 6741 નવા કેસ સામે આવ્યા છે. મોતનો આંકડો વધીને 29189 થઇ ગયો છે અને સંક્રમિતોની સંખ્યા 2.38 લાખ થઇ ગઇ છે. એક દિવસ પહેલા અહીં સંક્રમણના 5681 નવા કેસ નોંધાયા હતા અને 741 લોકોના મોત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments