Thursday, March 28, 2024
Homeકલરફુલ ધૂળેટી : અગાસી પર ડીજેના તાલે યુવતીઓ ગરબે રમી ડાન્સ કર્યો
Array

કલરફુલ ધૂળેટી : અગાસી પર ડીજેના તાલે યુવતીઓ ગરબે રમી ડાન્સ કર્યો

- Advertisement -

એક તરફ કોરોના વાયરસનો કહેર અને બીજી તરફ રંગોનો પર્વ એટલે કે ધુળેટી તહેવાર, આજે ધૂળેટીનો પર્વ છે અને આ પર્વની ઉજવણી સમૂહમાં કે જાહેર રસ્તા પર ઉજવવા માટે સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારના પ્રતિબંધને ધ્યાનમાં રાખી રાજકોટીયન્સે આ પર્વની રંગે ચંગે ઉજવણી કરી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ જાનકી કોમ્પલેક્ષમાં આજે યુવતીઓ અને નાના બાળકો એકઠા થઇ અગાસી પર ડીજેના તાલે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરી હતી.

રણબીર-દીપિકાના સોંગ પર જુમ્યા રાજકોટીયન્સ
વર્ષ 2013 માં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ‘યે જવાની, હૈ દિવાની’ ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં ધુળેટીના પર્વને રજૂ કરતું ગીત ‘બલમ પિચકારી’ પ્રદર્શિત થયું હતું. જે ગીત આજે પણ ધુળેટીના પર્વ પર લોકમુખે પ્રચલિત છે. આ જ ગીત પર આજે રાજકોટીયન્સ રંગોના પર્વની ઉજવણી સાથે ઠુમકા લગાવી, મન મૂકી, રંગોના પર્વની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

ગરબા રમતા નજરે પડ્યા હતા
ગરબા રમતા નજરે પડ્યા હતા

ગરબાના સાથે ધુળેટીની ઉજવણી
રાજકોટની ઓળખ એટલે ગરબા, તહેવાર કોઇ પણ હોય તેના પર ગરબા ન રમે ત્યાં સુધી તે પર્વની ઉજવણી અધૂરી માનવામાં આવે છે. અને આજે રાજકોટીયન્સ ધુળેટીના પર્વમાં પણ ગરબા રમતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત યુવક અને યુવતીઓ અલગ-અલગ ગીતો પણ મન મૂકીને ડાન્સ કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular