‘ધ કપિલ શર્મા’નું કમબેક : લાંબા સમય બાદ ફરી એકવાર દર્શકોને હસાવવા માટે આવી રહ્યો

0
0

કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ લાંબા સમય બાદ ફરી એકવાર દર્શકોને હસાવવા માટે આવી રહ્યો છે. આ શો ટૂંક સમયમાં જ શરૂ થશે. કપિલ શર્માએ શૂટિંગ દરમિયાનની તસવીરો શૅર કરી હતી તો કૃષ્ણા અભિષેકે શોના પહેલાં દિવસના શૂટિંગનો વીડિયો શૅર કર્યો હતો. આ શોમાં કપિલ શર્મા, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, ચંદન પ્રભાકર, અર્ચના પુરણસિંહ તથા સુદેશ લહરી છે. શોમાં સુમોના ચક્રવર્તી હશે કે નહીં તે અંગે ચાહકો સવાલ પૂછી રહ્યાં છે, કારણ કે તે શોના શૂટિંગ દરમિયાન જોવા મળી નથી.

કપિલ શર્માએ સો.મીડિયામાં તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘જૂના ચહેરાઓની સાથે નવી શરૂઆત. ટૂંક સમયમાં આવી રહ્યાં છીએ.’ તસવીરમાં કલાકારોના ચહેરા પર હાસ્ય જોવા મળે છે. કૃષ્ણા અભિષેકે વીડિયો શૅર કરીને કહ્યું હતું, ગેંગ પરત આવી રહી છે. પ્રોમો શૂટનો પહેલો દિવસ અને ઘણી જ મજા આવી. હવે બસ થોડાં જ સમયમાં આ ટોળકી તમને ફરી હસાવવા માટે આવી રહી છે.

30 લાખમાંથી સીધા 50 લાખ
ચર્ચા છે કે કપિલ શર્માને હવે એક એપિસોડદીઠ 50 લાખ રૂપિયા મળશે, એટલે કે એક અઠવાડિયાના 1 કરોડ રૂપિયા મળશે. આ શો અઠવાડિયામાં બે દિવસ (શનિ-રવિ) આવે છે. આ રીતે કપિલ શર્માને એક મહિનામાં 4 કરોડ રૂપિયાની કમાણી થશે.

આ કારણે શો ઑફ એર થયો હતો
કપિલે ગિન્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે ‘ધ કપિલ શર્મા શો’માંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પછી શો ઓફ એર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ શોનો લાસ્ટ એપિસોડ 31 જાન્યુઆરી, 2021ના રોજ ટેલિકાસ્ટ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here