કોમેડિયન ભારતી અને પતિ હર્ષની ધરપકડ : બંનેને મેડિકલ ચેકઅપ માટે લઇ ગયા, થોડા જ સમયમાં નાર્કોટિક્સ બ્યુરો કોર્ટમાં રજૂ કરશે.

0
9

86.5 ગ્રામ ગાંજો રાખવાના આરોપમાં પકડવામાં આવેલી કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેને થોડાં કલાકોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરતા પહેલાં મેડિકલ ચેકઅપ માટે સાયન હોસ્પિટલ લઇ ગયા છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ભારતીની 3.5 કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. તો તેના પતિ હર્ષ લિંબાચિયાની છેલ્લાં 16 કલાકથી પૂછપરછ ચાલી રહી હતી. NDPS એક્ટની કલમ 1986 મુજબ ધરપકડ કરવામાં આવેલી ભારતીને NCBના મહિલા સેલમાં આખી રાત રાખવામાં આવી. આ બંને ઉપરાંત ભારતીના હોમ સ્ટાફની પણ NCB પૂછપરછ કરી રહી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here