ડ્રગ્સ કેસ : કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષનાં જામીન મંજૂર

0
27

ડ્રગ્સ કેસમાં કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને મોટી રાહત મળી છે. એનડીપીએસ કોર્ટે તેમને શરતી જામીન આપી દીધા છે. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, આજે આ મામલે સુનાવણી નહીં થાય. જો કે, કોર્ટે બાદમાં સુનાવણી કરતા તેમને જામીન આપ્યા હતા.

આ પહેલા બન્ને 14 દિવસ માટે જ્યુડિસિલય કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રવિવારે સુનાવણી બાદ ભારતી સિંહને બાયકુલા જેલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને જાર ડિસેમ્બર સુધી રહેવાનું હતું. જ્યારે તેના તેના પતિ હર્ષને તલોજા જેલમાં રહેવાનું હતું.

NCBએ ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાને ગાંજો લેવા અને ઘર પર ગાંજો રાખવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત કેટલીક નશાની દવાઓ પણ ભારતીના ઘરેથી મળી હતી. જાણકારી અનુસાર ભારતી સિંહને કલ્યાણ જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી, જ્યારે હર્ષ લિંબાચિયાને તલોજા જેલમાં લઇ જવામાં આવ્યા હતા.

જોકે શનિવારે એનસીબીએ ડ્રગ્સ પેડલર્સ પાસેથી ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતી સિંહના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત ઘરોમાં રેડ પાડી હતી. આ દરમિયાન એજન્સીને 86.5 ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ એજન્સીએ ભારતી અને હર્ષ બંનેની બપોરે લગભગ 3 વાગે કસ્ટડી લીધી હતી. લગભગ 3 કલાક બાદ એનસીબીએ ભારતી સિંહને ધરપકડની પુષ્ટિ કરી હતી. જ્યારે હર્ષની ધરપકડની પુષ્ટિ એનસીબીએ રવિવારે કરી હતી. એજન્સીના અનુસાર આ બંને એનડીપીએસ (NDPS)એકટની કલમ 27 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here