19 વર્ષની કોમેડિયન સલોનીએ લોકડાઉનમાં 22 કિલો વજન ઊતાર્યું, ટીવી પર ગંગુબાઈના કેરેક્ટરથી ફેમસ થઈ હતી

0
9

ટીવી પર પોતાની કોમેડીથી દરેકને ખડખડાટ હસાવનારી ચાઈલ્ડ આર્ટિસ્ટ સલોની ડેઈનીને લોકો ‘ગંગુ બાઈ’ નામથી ઓળખે છે. માત્ર 3 વર્ષની ઉંમરમાં ટીવી પર ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે આવેલી સલોની 19 વર્ષની થઇ ગઈ છે.

છેલ્લા ઘણા સમયથી સલોનીને વજનને લીધે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. કમેન્ટ્સને લીધે સલોનીને દુઃખ પણ થતું હતું.

લોકડાઉનમાં 22 કિલો વજન ઊતાર્યું

એક ઇન્ટરવ્યૂમાં સલોનીએ કહ્યું, ‘સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યા પછી લોકોની કમેન્ટ આવી હતી, ભેંસ લાગે છે, કેટલી જાડી છે, કેટલું ખાઇશ, એક દિવસ ફૂટી જઈશ. આ બધું વાંચીને હું હસતી હતી પણ દુઃખ પણ થતું હતું. આથી મેં વજન ઓછું કરવાની મનમાં ગાંઠ વાળી. મેં લોકડાઉનમાં સમયનો ઉપયોગ કરીને 22 કિલો વજન ઓછું કર્યું. હું વજન ઉતારવામાં સફળ રહી.’

વધુમાં સલોનીએ કહ્યું કે, ‘યંગ એજમાં સક્સેસફુલ હોવાને કારણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલાં ઘણું ધ્યાન રાખવું પડે છે. હું એવી વ્યક્તિ છું જે કઈ પણ પોસ્ટ કરતા પહેલાં 10 વખત વિચારું છું. હું વિચારું છે કે કયા એન્ગલથી ફોટો સારો આવશે. ઘણીવાર વજનને લીધે મારે હેટ કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો છે પરંતુ હવે મારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા પહેલાં કઈ વિચારવું નહિ પડે.’

સલોનીએ રિયાલિટી શો કોમેડી સર્કસ મહાસંગમથી કોમેડી કરિયરની શરુઆત કરી હતી. ત્યારે તે માત્ર 7 વર્ષની હતી. શોમાં સલોનીના ગંગુબાઈ કેરેક્ટરે લોકોને એટલા હસાવ્યા કે ટીવી ઇન્ડસ્ટ્રી અને ચાહકો વચ્ચે તે ગંગુબાઈ નામથી ફેમસ થઇ ગઈ. સલોની સૌથી નાની ઉંમરની કોમેડિયન બની ગઈ.

3 વર્ષની ઉંમરે તે મરાઠી સિરિયલમાં દેખાઈ હતી. કોમેડી સર્કસ ઉપરાંત શાહરૂખ ખાનના શો ‘ક્યાં આપ પાંચવી પાસ સે તેઝ હો’ના પ્રોમોમાં દેખાઈ હતી. વર્ષ 2010માં આવેલી ‘નો પ્રોબ્લેમ’માં કેમિયો પણ કરી ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here