કોમેડી ટ્રેજેડી થઈ ગઈ! હાથ જોડી રવિનાએ માફી માંગી!

0
11

મુંબઈ તા.28
એક ધાર્મિક શબ્દને લઈને કોમેડી કરવી રવિના ટંડન, ભારતીસિંહ અને ફરાહ ખાનને ભારે પડી ગઈ હતી. આ ત્રણેય એકટ્રેસ સામે ધાર્મિક લાગણી દુભાયા અંગેની ફરિયાદ થતા રવિના ટંડને બે હાથ જોડીને માફી માંગી હતી. આ અંગેની વિગત એવી છે કે 25મી ડિસેમ્બરે એટલ કે ક્રિસમસ ડે પર એક કાર્યક્રમ પ્રસારીત થયો હતો જેમાં વિડીયોમાં ‘હીલેલુયા’ શબ્દને લઈને કોમેડી કરવાની કોશીશ કરાઈ હતી.

આ શબ્દનો મતલબ છે ભગવાનનો આભાર. આ શબ્દ ને લઈને રવિના તો કંઈ બોલતી નથી પણ ભારતીસિંહ અને ફરાહએ ખૂબ કોમેડી કરી હતી. ઈસાઈ ધર્મના આ શબ્દથી ધાર્મિક દુભાયાની ફરિયાદ અમૃતસર અજમાલામાં પોલીસ સ્ટેશનમાં ઈસાઈ ધર્મ સાથે જોડાયેલા લોકોએ કરી હતી. જેના પગલે રવિનાએ ટવીટર પર એક લાંબી પોસ્ટ લખી સ્પષ્ટતા કરીને માફી માંગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here